ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી બિલ સર્વાનુમતે પસાર, કેવા બાંધકામ કાયદેસર થશે? કેટલી હશે ઈમ્પેક્ટ ફી? કેવી રીતે અરજી થશે?

મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું હતું. વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ વિના વિરોધે પસાર કરાયું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે. 

ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી બિલ સર્વાનુમતે પસાર, કેવા બાંધકામ કાયદેસર થશે? કેટલી હશે ઈમ્પેક્ટ ફી? કેવી રીતે અરજી થશે?

Gujarat Assembly Session: આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગૃહમાં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું હતું. વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ વિના વિરોધે પસાર કરાયું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે. 

ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બાંધકામ પરવાનગી સિવાયના બાંધકામના પ્રકાર અને તેનો વ્યાપ જાણવા કરાયલા સેમ્પલ સર્વેમાં રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તા મંડળો તેમજ નગરપાલીકા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મકાન - બાંધકામો બી.યુ. પરવાનની વિનાના જણાયા હતા. આથી બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને લેતા, બી.યુ. પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા/નીતિ ઘડવી આવશ્યક હતી.

તમામ પરિસ્થિતિ ધ્યાને લઇ તથા જૂના કાયદાની જોગવાઇઓ, નામ.સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશો તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઇ, ‘Gujarat Regularisation of Unauthorised Development Ordinance, 2022’ લાવવાની આવશ્કતા ઉભી થઇ હતી. જે અંગે તત્કાલીન સમયે વિઘાનસભા સત્ર કાર્યરત ન હોઇ તા.16 ઓક્ટોબર 2022ના રોજ રાજયપાલની મંજૂરી મેળવી તા.17 ઓક્ટોબર 2022 ના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો.

મંત્રીએ કહ્યુ હતું કે મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગર ના બાંધકામોને દુર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના હોવાથી તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે તેમ હોઇ, સમાજની આર્થિક અને સામાજિક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ પેદા થવાની સંભાવના હતી, જે ઇચ્છનિય બાબત નથી. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું અટકાવવા રાજય સરકાર માટે સમગ્ર રાજયના શહેરોમાં આવા અનઅધિકૃત મકાનો અને બાંધકામોને નિયમિત કરવા માટે યોગ્ય કાયદો ઘડી, કમ્પાઉન્ડીંગ ફી વસુલ કરી, આવા બાંધકામોને નિયમિત કરવા અનિવાર્ય બન્યા હતા. 

વિધેયકની મહત્વની જોગવાઇઓ અંગે વિગતો આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.01 ઓક્ટોબર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે. વટહુકમની તારીખ 17 ઓક્ટોબર 2022થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન  માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત માર્જિન, બીલ્‍ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિગ (ફકત ૫૦% માટે ફી લઈ), કોમન પ્‍લોટ (૫૦ % કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ), સેનિટરી સુવિધા ફી લઈ નિયમબધ્‍ધ થઇ શકશે. 

કેટલી ફી ચૂકવવી પડશે?

  • ગેરકાયદે બિનઅનિધિકૃત રીતે બાંધવામાં આવેલી મિલકતો અને બાંધકામોને નિયમિત કરવા માટે નીચે મુજબની ફી ચૂકવવી પડશે.
  • 50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
  • 50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે 
  • 100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે 
  • 200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે 
  • 300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર 

અરજી માટેની આ છે સમય મર્યાદાઃ 
બિનઅનિધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરવાની રહેશે. આ અરજી કરવા માટે 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસના સમય મર્યાદામાં કરવાની રહેશે. બાંધકામ નિયમિત કરવા માટે ભરવાની થતી ફી અંગેનો હુકમ કરવા 6 માસ અરજીની તારીખથી રહેશે. ફી ભરવા માટેની મર્યાદા બે માસમાં જાણ થઈ ત્યારથી રહેશે. એપલેટ ઓફિસર સમક્ષ અપીલ કરવા ૬૦ દિવસ વધારાના રહેશે. 500 મીટરના અંતરમાં પાર્કિંગ માટે હુકમના તારીખથી ત્રણ માસ રહેશે.

તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલાનું બાંધકામના આધાર માટે નિયત તારીખ પહેલાનો મિલકત ભોગવટા અંગે, મકાનવેરાની આકારણી/ઈલેક્ટ્રીસિટી બીલ રજૂ કરવાનુ રહેશે. ખોટી માહિતી રજૂ કરનાર અરજદાર સામે ફોજદારી કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી થઇ શકશે. નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં. અનધિકૃત બાંધકામ નિયમબદ્વ કરવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાથી સંબઘિત માલીક કે કબ્‍જેદાર, એન્જીનીયર કે આર્કીટેકટ તેમની કોઇપણ જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news