DGVCLના વાયરમેને તો હદ કરી! 20થી 25 દિવસ યુવતી સાથે શરીરસુખ માણ્યું, પછી...
દક્ષિણ ગુજરાતના ચીખલી પંથકની યુવતી પરિવાર સાથે પાંડેસરા વિસ્તારમાં રહે છે. યુવતીના ઘર નજીક હમવતની ભૂપેન્દ્ર બિપીનભાઈ પટેલ પણ રહે છે. બંને વચ્ચે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતીને છેલ્લા ચાર વર્ષથી લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમસંબંધ બાંધીને ડીજીવીસીએલના વાયરમેને શારીરિક શોષણ કર્યુ હતું. તેમજ લગ્ન નહીં કરી દગો દેતાં યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
દક્ષિણ ગુજરાતના ચીખલી પંથકની યુવતી પરિવાર સાથે પાંડેસરા વિસ્તારમાં રહે છે. યુવતીના ઘર નજીક હમવતની ભૂપેન્દ્ર બિપીનભાઈ પટેલ પણ રહે છે. બંને વચ્ચે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. ગત 2019 વર્ષથી પ્રેમસંબંધ દરમિયાન સુરત ખાતેના પીપલોદ ડિવિઝન ડીજીવીસીએલમાં વાયરમેન તરીકે ફરજ બજાવતાં ભૂપેન્દ્ર પટેલે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.
તેમજ લગ્ન કરવાના ઈરાદે યુવતીને 2024 દરમિયાન 20થી 25 દિવસ સાથે રાખીને ભુપેન્દ્રે જબરદસ્તી કરી વારંવાર શારીરિક સબંધ બાંધી શોષણ કર્યું હતું. એ પછી લગ્ન નહીં કરતાં યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ અજીતસિંહ બારીયાએ તપાસ હાથ ધરીને વાયરમેન ભૂપેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે