યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડર

Vikramaditya Singh: સૂત્રોના જણાવ્યા અનુસાર, PWD અને શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહને આ મામલે વિવાદાસ્પદ નિવેદનો ન આપવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી સુપ્રીમો મલ્લિકાર્જુન ખડગે વિક્રમાદિત્યના આ પગલાથી ખૂબ નારાજ છે

યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડર

Himachal Pradesh New Order : ઉત્તર પ્રદેશમાં જ્યારે કોઈપણ યોગી મોડલ લોન્ચ થાય છે, કોઈ સરકારી આદેશ જાહેર થાય છે તો સૌથી પહેલાં શું થાય છે? સૌથી પહેલાં કોંગ્રેસ મેદાનમાં આવી જાય છે. પરંતુ આજે પહેલીવાર છે જ્યારે કોંગ્રેસની સરકારે દેવભૂમિને લઈને માન્યું છે કે તેમને યોગી મોડલ પસંદ છે. ત્યારે શું છે સમગ્ર મામલો?.. જોઈશું આ અહેવાલમાં...

ઉત્તર પ્રદેશની આ તસવીરો દુકાનદારો અને દેશના લોકો ભૂલ્યા નહીં હોય.  હવે આ જ મોડલ દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં અપનાવવામાં આવશે. જેના કારણે કોંગ્રેસે યોગી સરકારને ઘેરી લીધી હતી. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં હિમાચલ પ્રદેશમાં રેકડી, લારી અને દુકાનદારોના દુકાનની બહાર નામ લખેલી તસવીર જોવા મળશે. એકબાજુ કોંગ્રેસ  યોગી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવે છે. તો બીજીબાજુ ખુદ યોગી પથ પર ચાલી નીકળી છે. હિમાચલ સરકારે દુકાનદારો માટે પોતાનું નામ સાર્વજનક કરવાનો પ્લાન મજબૂરી અને જરૂરિયાત બંને બની ગયો છે. 

  • બધા ઢાબા, હોટલને સરકારે નિર્દેશ આપ્યો છે...
  • હોટલ, ઢાબામાં માલિકનું નામ, સરનામું રહેશે...
  • સ્ટ્રીટ વેન્ડર્સ માટે નામ, આઈડી લગાવવું ફરજીયાત રહેશે...
  • બધા દુકાનદારોનું આઈડી કાર્ડ બનાવવામાં આવશે...
  • ગ્રાહકો માટે પારદર્શિતા જાળવવા નિર્ણય કરવામાં આવ્યો છે...

 પેટ્રોલ-ડીઝલના સસ્તા થવા અંગે આવ્યા મોટા અપડેટ, આટલા રૂપિયા ઘટવાના ગમે ત્યારે ઘટી જશ

હિમાચલમાં નામ સાર્વજનિક કરવાની જાહેરાત થઈ તો આ વખતે યોગી સરકાર નહીં પરંતુ કોંગ્રેસ નિશાના પર છે.  મુસ્લિમ નેતા આ નિર્ણયને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે. તો અંગે કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાનું નિવેદન પણ સામે આવ્યું. જેમાં તેમણે હિમાચલમાં યોગી મોડલ હોવાના તમામ દાવાને પોકળ ગણાવ્યા. 

  • UPની થીમ પર હિમાચલમાં ફરમાન
  • નામ-ઓળખ, હવે હિમાચલમાં ઘમાસાણ
  • શું હિમાચલમાં યોગી મોડલ લાગુ કરાયું?
  • હોટલ માલિક, ઢાબાવાળા માટે ફરમાન
  • સ્ટ્રીટ વેન્ડર્સ માટે ઓળખ આપવી ફરજીયાત
  • વિક્રમાદિત્ય સિંહે નિર્ણય અંગે કરી સ્પષ્ટતા

ભારે વિવાદ થતાં હિમાચલ સરકારના કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહ મીડિયા સામે આવ્યા અને પોતાની સ્પષ્ટતામાં તર્ક આપ્યો...

સવાલ એ પણ  ઉઠે છે કે સ્વચ્છતા જેવા મુદ્દા પર કોઈ રાજનીતિ હોવી જોઈએ? તમને જણાવી દઈએ કે હિમાચલની સુક્ખૂ સરકારે માન્યું છે કે તેમણે યૂપીની જેમ નીતિ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સવાલ એ છે કે શું હવે કોંગ્રેસે માની લીધું છે કે યોગીનું નેમ પ્લેટવાળું મોડલ સારું છે, જેનાથી લોકોને એકદમ ચોખ્ખું દેખાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news