Vadodara: MS યુનિવર્સિટીમાં સિન્ડિકેટની તમામ બેઠકો બિનહરીફ જાહેર

એમએસ યુનિવર્સિટીમાં સિન્ડિકેટની તમામ બેઠક બિનહરીફ થતા ઉજવણી શરૂ કરવામાં આવી હતી. બિનહરીફ થયેલા ઉમેદવારોને હાર પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 

Vadodara: MS યુનિવર્સિટીમાં સિન્ડિકેટની તમામ બેઠકો બિનહરીફ જાહેર

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS University) માં સિન્ડિકેટની તમામ બેઠકો બિનહરીફ થઈ છે. યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર જનરલ કેટેગરીની બેઠકો પણ બિનહરીફ થઈ છે. ચૂંટણીના આયોજન વગર બધા સિન્ડિકેટ સભ્યોની જીત થઈ છે. યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠકો બિનહરીફ થાય તે માટે શહેર ભાજપના સંગઠને પણ મહત્વની ભૂમિકા ભજવી છે. સિન્ડિકેટની બેઠકો બિનહરીફ થતા ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી છે. 

જનરલ બેઠક પ્રથમવાર બિનહરીફ
એમએસ યુનિવર્સિટીમાં સિન્ડિકેટની તમામ બેઠક બિનહરીફ થતા ઉજવણી શરૂ કરવામાં આવી હતી. બિનહરીફ થયેલા ઉમેદવારોને હાર પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સંકલન સમિતિ આ બેઠકો બિનહરીફ થવામાં શહેર ભાજપનું પણ યોગદાન રહ્યું છે. અહીં સૌથી મહત્વની બાબત છે કે યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર જનરલ બેઠક પણ બિનહરીફ થઈ છે. સિન્ડિકેટની જનરલ બેઠક પર જીગર ઇનામદાર, મયંક પટેલ, સત્યેન કુલાબકર, દિનેશ યાદવ, હસમુખ વાઘેલા, ડો મિતેશ શાહ બિનહરીફ થયા  છે. 

6 - જનરલ બેઠકો - બિનહરીફ
1- પ્રોફેસર બેઠક - બિનહરીફ
1- પ્રિન્સિપાલ - બિનહરીફ
2- ડીન - બિનહરીફ 
4- ટીચર - બિનહરીફ
1-   હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ -બિનહરીફ

સિન્ડિકેટની કુલ બેઠક 25, 
3 સરકારી અધિકારી, 1 વીસી, 1 પ્રો-વીસી, 5 નોમીનેટેડ ( 4 સરકાર + 1 વીસી ) 
5- પી જી કાઉન્સિલ ના સભ્યો - 4 બિનહરીફ થયા 
3- બોર્ડ ઓફ એકાઉન્ટ - બિનહરીફ 
2- બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરાલ સ્ટડી - બિનહરીફ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news