Loan: માત્ર 1 મિસ્ડ કોલ પર મળશે 20 લાખની લોન, આ બેંકે શરૂ કરી આ સર્વિસ

કોઇ પ્રકારની આકસ્મિક જરૂરિયાત માટે જો તમે પણ પર્સનલ લોન (Personal Loan) લેવાનું મન બનાવી રહ્યા છો તો આ તમારા કામના સમાચાર હોઈ શકે છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) તેમના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા લઇને આવી છે

Loan: માત્ર 1 મિસ્ડ કોલ પર મળશે 20 લાખની લોન, આ બેંકે શરૂ કરી આ સર્વિસ

નવી દિલ્હી: કોઇ પ્રકારની આકસ્મિક જરૂરિયાત માટે જો તમે પણ પર્સનલ લોન (Personal Loan) લેવાનું મન બનાવી રહ્યા છો તો આ તમારા કામના સમાચાર હોઈ શકે છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) તેમના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા લઇને આવી છે. SBI એ તેમના ગ્રાહકોને માત્ર એક મિસ્ડ કોલ દ્વારા પર્સનલ લોન (Personal Loan) આપવાની શરૂઆત કરી છે. બેંકે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે.

SBI ના ટ્વીટ અનુસાર SBI ના એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન સર્વિસમાં ફટાફટ પર્સનલ લોન મળી રહી છે. કસ્ટમરનો માત્ર એક મિસ્ડ કોલ કરવાનો રહેશે અને પછી બેંક જલ્દી અપ્રૂવલની સાથે લોન આપી દેશે. આ લોનનું વ્યાજ પણ સૌથી ઓછું 9.6 ટકા છે.

કેટલી મળશે લોન
SBI આ સ્કીમમાં 25 હજાર રૂપિયાથી લઇને 20 લાખ રૂપિયા સુધી લોન ઓફર કરી રહ્યા છે. સાથે જ 5 થી 50 લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ સર્વિસ પણ મળી રહી છે. તેમાં કોઈ ગેરેન્ટી અથવા સિક્યોરિટીની જરૂરીયાત નથી.

— State Bank of India (@TheOfficialSBI) February 16, 2021

કોને મળશે લોન?
SBI માં તમારું સેલેરી એકાઉન્ટ હોવું જોઇએ.
તમારી મંથલી સેલેરી 15000 રૂપિયા અથવા તેનાથી વધારે હોવી જોઇએ.
ઈએમઆઇ/ એનએમઆઇ રેશ્યો 50 ટકાથી ઓછો
SBI સેલેરી એકાઉન્ટ હોલ્ટરને કેન્દ્ર/ રાજ્ય/ અર્ધ સરકારી, કેન્દ્રીય PSU, લાભકારી રાજ્ય PSUs અથવા પસંદ કરેલા કોર્પોરેટરોની શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news