કાંકરિયા કાર્નિવલમાં અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત, પોલીસ પરવાનગી વગર ચકલું પણ નહી ફરકે
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : શહેરના કાંકરિયા તળાવ ખાતે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી યોજાનાર કાંકરિયા કાર્નિવલમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે. કાંકરિયામાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા માટે લાખો લોકો આવતા હોય છે. જેથી તેમની સુરક્ષા માટે 2000 થી વધુ પોલીસને ખડકી દેવામા આવી છે. જેમાં મહિલાઓની છેડતી કે અશ્લીલ ચેનચાળાનો બનાવ ના બને તે માટે મહિલા પોલીસનો પણ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત એન્ટી રોમિયો ટીમો પણ બંદોબસ્તમાં ગોઠવી દેવામા આવી છે.
કાંકરિયા કાર્નિવલમાં અમદાવાદીઓને પુરી સુરક્ષા આપવા માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ થઇ ચુકી છે અને પોલીસ નો એલશન પ્લાન તૈયાર થઇ ચુક્યો છે તો આવો જાણીએ આ એક્શન પ્લાન શું છે. જો કોઇ દારૂ પીને કે નશાની હાલતમાં પ્રવેશતો જોવા મળે તો બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસની ટીમ તેનાત રહેશે. પોલીસ સુરક્ષામાં કોઇ કચાશ ના રહી જાય તે માટે ઘોડેશ્વાર પોલીસ, સીસીટીવી કેમેરા, નાના અને મોટા સહિત વોચ ટાવરો, એન્ટી મહિલા રોમિયોની ટીમો, પાર્કિંગ સ્થળો ઉપર વાહન ચોરીની ઘટના અટકાવવા માટે 72 સીસીટીવી કેમેરા ગોઠવી દેવામા આવ્યા છે.
કાંકરિયા કાર્નિવલમાં કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે અમે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ ગેટ નંબર ૧ એટલે કે પુષ્પકુંજ સોસાયટી પાસે પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામા આવ્યો છે. જેનાથી ગુનેગારો ઉપર નજર રાખવામાં આવશે. પોલીસે નાગરિકો માટે હેલ્પ ડેસ્ક બનાવ્યું કાંકરિયા માં આવતા નાગરિકોને કોઇ પણ જાતની અગવડ ના પડે તે હેતુથી પોલીસ ધ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ પોલીસ હેલ્પડેસ્ક બનાવવામા આવ્યું છે. આ ઉપરાંત તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામા આવ્યો છે.
મહિલાઓની સુરક્ષા માટે ૧૫ એન્ટી રોમિયો સ્કવોડ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત પોલ પીસ સેવા આપનાર યુવક યુવતીઓને પણ કાંકરિયામાં તૈનાત કરવામાં આવ્યા છે. એન્ટી રોમિયો સ્કવોડ આવા લોકો પર બેઠા બેઠા વોચ રાખી કામગીરી કરશે. મહિલાઓની સુરક્ષા માટે ટાવરોના ટોપ એંગલથી વોચ રાખવામાં આવશે.
25-31 ડિસેમ્બર કાંકરિયા બનશે અભેદ્ય કિલ્લો...
* 1 DCP
* 8 ACP
* 35 PI
* 110 PSI
* 1600 ADC (પોલીસ કોન્સ્ટેબલ)
* 200 હોમગાર્ડ
* SHE ટીમનો પણ સમાવેશ
* એન્ટી રોમિયો સ્કવોર્ડનો સમાવેશ
* ડ્રોન દ્વારા રાખવામાં આવશે નજર
* 76 સીસીટીવી કેમેરા
* ટ્રાફીક બાબતે રખાશે ખાસ્સી તકેદારી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે