CAAનો વિરોધ કરીને મમતા બેનર્જી માત્ર વોટ બેન્કની રાજનીતિ કરી રહ્યાં છેઃ જેપી નડ્ડા

BJPના કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે, મમતા દીદીએ સમજવું જોઈએ કે જનતાએ વોટ બેન્કની રાજનીતિને નકારી દીધી છે. 
 

CAAનો વિરોધ કરીને મમતા બેનર્જી માત્ર વોટ બેન્કની રાજનીતિ કરી રહ્યાં છેઃ જેપી નડ્ડા

કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ નાગરિકતા સંશોધન કાનૂન (Citizenship Amendment Act)ના સમર્થનમાં કોલકત્તામાં આયોજીત એક રેલીમાં ભાગ લીધો હતો. આ તકે એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી માત્ર કાયદાનો વિરોધ કરીને વોટ બેન્કની રાજનીતિ કરી રહી છે. તેમણે કાયદા માટે ભારે સમર્થન જોવું જોઈએ અને સમજવું જોઈએ કે જનતાએ વોટ બેન્કની રાજનીતિને નકારી દીધી છે. 

તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ જેના વિશે મમતા દીદી અને તેના તમામ નેતા દેશમાં ભ્રમ ફેલાવવાનો અને પ્રદેશને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યો છે. આ સંશોધિત કાયદો નાગરિકતા આપે છે, કોઈની નાગરિકતા લેતો નથી. 

રેલીમાં મોટી ભીડને જોઈને નડ્ડાએ કહ્યું, હું બંગાળ ઘણીવાર આવ્યો છું અને બંગાળના અમે ઘણા નજારા અને દ્રશ્ય જોયા છે, પરંતુ આજે હું જે જોઈ રહ્યો છું, તે અભૂતપૂર્વ છે. આ દ્રશ્ય બંગાળમાં પરિવર્તનનું સંકેત આપી રહ્યું છે. 

ભાજપના નેતાએ કહ્યું, મમતા દીદીને પરિવર્તનનો સંકેત મળી રહ્યો છે. બંગાળ મોદીજીની સાથે ચે. બંગાળના લોકો સીએએ કાયદાનો સાથ આપી રહ્યાં છે. આખરે કેમ સાથ ન આપે? અહીંના લોકો દેશભક્ત છે. 

તેમણે કહ્યું કે, કેટલિક એવી સત્તા આવી, જેણે ભારતની માટીને ઓળખી નથી. કોંગ્રેસે ઘણી ભૂલો કરી છે. દેશના ભાગલા ધર્મના આધારે થયા હતા. 1951મા પાકિસ્તાનમાં બિનમુસ્લિમની વસ્તી 23 ટકા હતી, જે આજે 3 ટકા છે. આ 20 ટકા લોકો ક્યાં ગયા? તેઓ બળજબરીથી ધર્મ પરિવર્તન કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news