અમિત શાહે ડેરી સંઘોને કરી ટકોર, કહ્યું; 'દૂધના ક્ષેત્રમાં દુનિયાના સૌથી મોટા ઉત્પાદક બનીને સંતોષ કમાવવાનો સમય નથી'

અમિત શાહે જણાવ્યું હતું કે, NCDFIએ સૌથી પહેલા રાજ્યોની પોસિબ્લિટીને એક્સપ્લોર કરવા માટે જે સમસ્યા ઉભી થાય છે તેને દૂર કરવી પડશે. ઉત્પાદન વધશે તો દુનિયામાં દૂધ વેચવું પડશે. જો દુનિયામાં દૂધ વેચવું છે તો સ્પર્ધાથી થશે એટલે દૂધના ભાવને પણ નીચા લાવવા પડશે.

અમિત શાહે ડેરી સંઘોને કરી ટકોર, કહ્યું; 'દૂધના ક્ષેત્રમાં દુનિયાના સૌથી મોટા ઉત્પાદક બનીને સંતોષ કમાવવાનો સમય નથી'

ઝી ન્યૂઝ/ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતમાં છે. ત્યારે તેમણે ગઈકાલે (રવિવાર) ગાંધીનગરમાં NCDFના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે દેશભરમાંથી અમૂલ સહિત ડેરી સંઘોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

જ્યાં અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દૂધના ક્ષેત્રમાં દુનિયાના સૌથી મોટા ઉત્પાદક બનીને સંતોષ કમાવવાનો સમય નથી. હજુ પણ હું દેશના નકશામાં જોઉ છું કે ઘણા ક્ષેત્રોમાં જ્યાં પાણીની ઉપલબ્ધતા ખૂબ છે, જ્યાં ફળદ્રુપ જમીન છે, ત્યાં તેનું કન્ટ્ર્યુબિશન દેશના કુલ દૂધ ઉત્પાદન માટે થતું નથી. ઉત્તર પ્રદેશ જેવું મોટું રાજ્ય એક દેશ જેટલું દૂધ ઉત્પાન કરી શકે છે. યુપી, બિહાર, ઝારખંડ, એમપીમાં હજુપણ પ્રચુર સંભાવાનો પડેલી છે. 

અમિત શાહે જણાવ્યું હતું કે, NCDFIએ સૌથી પહેલા રાજ્યોની પોસિબ્લિટીને એક્સપ્લોર કરવા માટે જે સમસ્યા ઉભી થાય છે તેને દૂર કરવી પડશે. ઉત્પાદન વધશે તો દુનિયામાં દૂધ વેચવું પડશે. જો દુનિયામાં દૂધ વેચવું છે તો સ્પર્ધાથી થશે એટલે દૂધના ભાવને પણ નીચા લાવવા પડશે. શાહે જણાવ્યું કે, નશલ સુધાર અને ગોબરના ઉપયોગ પર કામ કરવું પડશે. દુનિયાભરમાં ઓર્ગેનિક ફુડની ડિમાન્ડ છે. દુનિયાની આ જરૂરતોને જો ભારત પૂર્ણ કરી દે તો આપણા અર્થતંત્રની કાયા પલટી જાય તેમ છે. 2 કે 4 ગાય રાખવાથી જ 30 એક્કરથી વધારે ભૂમીમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. ઓર્ગેનીક ખેતીથી ખેડૂતોને ત્રણ ઘણા ફાયદો થશે. 
અમિત શાહે જણાવ્યુ હતુ કે, ગુજરાતની સમૃધ્ધિ પાછળનું રહસ્ય સહકારીતા આંદોલન છે. સહકારીતા આંદોલને ભારતની પેઢીને પોષણયુક્ત બનાવવામાં પણ સિંહફાળો આપ્યો છે. શાહે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં 19 હજાર કો-ઓપરેટીવ સોસાયટીઓ કાર્યરત છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં માત્ર 18 હજાર અને તેમાંથી પણ 7 હજાર જ કાર્યરત છે. તેઓએ દૂધ સંઘોને આ સંભાવનાઓ શોધી કાઢવા આહવાન કર્યુ હતું. 

અમિત શાહે દેશની મુખ્ય અને મોટા ડેરી સંઘોના પ્રતિનિધિઓની ઉપસ્થિતીમાં ટકોર કરી હતી કે, દૂધ ઉત્પાદન અને પ્રોસેસીંગ ખર્ચ નીચો લાવવા માટે આત્મચિંતન કરવુ જોઇએ. આ સાથે પશુઓના આહારની કિંમત નીચે લાવવા પર પણ તેઓએ ભાર મૂક્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news