આજે ગુજરાતની શાળાઓ જોવા આવશે સિસોદિયા, ભાજપે કહ્યું; ગુજરાતમાં હાય તોબા કરવાની જરૂર નથી, કુછ દિન તો ગુજારો આપકે મતક્ષેત્ર મેં...

Delhi Deputy Chief Minister Manish Sisodia will arrive in Ahmedabad: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની સરકારી સ્કૂલોની મુલાકાત લીધી છે. જાણવા મળી રહ્યું છે કે આજે મનીષ સિસોદિયા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરની જ સરકારી શાળાઓની મુલાકાત લીધી અને તેની પરિસ્થિતિ અંગે લોકોને માહિતી આપી છે.

આજે ગુજરાતની શાળાઓ જોવા આવશે સિસોદિયા, ભાજપે કહ્યું; ગુજરાતમાં હાય તોબા કરવાની જરૂર નથી, કુછ દિન તો ગુજારો આપકે મતક્ષેત્ર મેં...

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયા વચ્ચે શિક્ષણના મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. ત્યારે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયા આજે સવારે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ અમદાવાદથી રોડ માર્ગે ભાવનગર જવા રવાના થયા હતા. તેઓની સાથે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તેમજ પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી ભાવનગર પહોંચ્યા છે. જ્યાં તેઓ ગુજરાતની શિક્ષણની પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યું છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ સીધા ભાવનગર પશ્વિમ મત વિસ્તારની સ્કુલની મુલાકાતે પહોંચ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ભાવનગરના હાદાનગર શાળા નં 62 ની મનીષ સીસોદીયાએ મુલાકાત લીધી છે. આ શાળામાં છ થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કુલ પાંચ વર્ગખંડ છે, જેમાં પાંચ પૈકીના ચાર સ્માર્ટ ક્લાસ છે. શાળાની ઇમારતનો કેટલાોક ભાગ જર્જરિત હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સ્કૂલમાં કુલ 165 વિદ્યાર્થીઓએ અભ્યાસ કરે છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 11, 2022

ભાવનગરના હાદાનગર શાળાની મુલાકાત બાદ મનીષ સિસોદિયાનું એક નિવેદન નિવેદન સામે આવ્યું છે. સિસોદયાએ જણાવ્યું કે, રાજ્યના શિક્ષણ મંત્રીના વિસ્તારની શાળાની મુલાકાત લીધી. મને એવું હતું કે, શિક્ષણ મંત્રીના વિસ્તારની શાળા સારી હશે. પરંતુ મેં અંદર જોયું તો તૂટેલી દીવાલો વાળી આ શાળા છે.  આ શાળાની છત ગમે ત્યારે તૂટી શકે છે. સિસોદીયાએ ઉમેર્યું હતું કે, મારા આવવાની જાણ થતાં શાળાની સફાઈ કરવાનો પ્રયાસ કરાયો છે. ચૂંટણીમાં પણ શિક્ષણની ચર્ચા થવી જોઈએ, દંગાની ચર્ચા નહિ. ધર્મના નામે થતાં ઝઘડાની જ ચર્ચા ચૂંટણીમાં થાય છે. 

સિસોદિયાએ ભાવનગર પસંદ કરવાના સવાલના જવાબ આપતા જણાવ્યું છે કે, ભાવનગર એટલે પસંદ કર્યું કારણ કે આ શિક્ષણ મંત્રીનો વિસ્તાર છે. 

અત્રે નોંધનીય છે કે, દિલ્લીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની ગુજરાત મુલાકાત પહેલાં ભારતીય જનતા પાર્ટી દિલ્લીમાં જ આપ પાર્ટીની પોલ ખોલવાની શરૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે મનીષ સિસોદિયાના મતક્ષેત્રમાં જ વિકાસ નથી થયો અને ગુજરાતમાં આવીને દિલ્લી મોડલની દુહાઈ આપી રહ્યા છે. દિલ્લીમાં મહોલ્લા ક્લિનિકના નામે કેવી રીતે કેજરીવાલ સરકાર લોલમલોલ ચલાવી રહી છે તેની પણ ભાજપે પોલ ખોલી છે. 

ભાજપે સવાલ પૂછ્યો છે કે તમે ટૂરિઝમ પોલિટિક્સ કરી રહ્યા છો પરંતુ દિલ્લીમાં તમે જ્યાંથી જીત્યા છો એ પરપડગંજ વિધાનસભા મત વિસ્તારમાં ફરો અને લોકોની સમસ્યાઓને ઉકેલવાનું કામ કરો. ગુજરાતમાં હાય તોબા કરવાની જરૂર નથી. ભાજપે મનીષ સિસોદિયાના મત વિસ્તારમાં રોડ પણ નથી બન્યો. તેનો વીડિયો પણ ભાજપે બનાવ્યો છે. ભાજપે સીધો આરોપ લગાવ્યો છે કે દિલ્લીમાં તમે ફેલ છો અને ગુજરાતમાં જઈને કેમ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો. ભાજપે સૂત્ર આપ્યું છે કે, મનીષ સિસોદિયાજી કુછ દિન તો ગુજારો આપકે મતક્ષેત્રમાં...

જાણો શું છે મામલો?
શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા હતા. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો હતો. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. હવે મનિષ સીસોદીયાના ટ્વીટ અને આમંત્રણ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું હતું.
 
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું કોઇને ગુજરાત સાથે સરખામણી કરવા માંગતો નથી. કેટલાક લોકો સત્તાના મદમાં છે. તેઓ દિલ્હી અને પંજાબ જીત્યા બંને રાજ્યોનો સરવાળો ગુજરાત જેટલો નથી. ગુજરાત એવું મેદાન નથી કે એમને કોઇને હિરોગીરી કરવા મળે. મિડિયામાં રહેવા અને મિડિયા ટ્રાયલ માટે લોકો વાતો કરે છે આ ગુજરાત છે. સૌ પોતાના સંસ્કાર બતાવે, અમે અમારા સંસ્કાર બતાવ્યા છે. 

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતે બે લોકસભામાં 26 બેઠકો આપી છે. જો તેઓ સારૂ કામ હોય તો દિલ્હીમાં લોકસભામાં કેમ બેઠકો ન આવી. રાજ્યની જનતા વચ્ચે ભુતકાળમાં અનેક પાર્ટી આવી છે, તમામ પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે. પરંતુ પહેલી વાર કોઇ ભગવાન થઇ નીકળ્યા હોય એવું કરી રહ્યા છે. સોમનાથ દાદા અમારા ભગવાન અને બીજા ભગવાન અમારી જનતા જનાર્દન છે. રાજ્યની ભાજપા સરકારની કામગીરી જનતા જાણે છે માટે બધી લોકસભાની બેઠક આપી છે. અમે જવાબદારી સાથે જનતાએ આપેલી જવાબદારી સ્વીકારીએ છીએ. ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ફરી આશીર્વાદ મળશે.

જીતુ વાઘાણીએ આપના નેતાઓ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન માધ્યમિક મળી કુલ 40 હજાર સ્કુલ છે. રાજ્યમાં 54 સ્માર્ટ સ્કુલ છે. આવનારા દિવસોમાં 40 હજારમાંથી 6 વર્ષમાં 20 હજાર સ્માર્ટ સ્કુલ બનાવાશે. ગુજરાતમાં 70 લાખ વિદ્યાર્થી છે માટે સરખામણી કરવા કરતાં સેવા કરવામાં માનીએ છીએ. ચૂંટણી મેદાનમાં જે વાતો કરવી હશે એ કરે જનતા જેને સ્વીકારશે તે ખરું. ગુજરાતની જનતા શાણી જનતા છે અને તેમને વિકાસનો રસ્તો પકડ્યો છે. પહેલાં તેઓ 28 વર્ષ શાસનમાં આવે ત્યાર પછી સરખામણી કરે.

ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, કાલથી બીજેપી ગુજરાત દિલ્હી સ્કૂલોની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધતા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમે ગુસ્સે થયા છો. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. જિતુ વાઘાણી કહે એ જગ્યા પર અને એ દિવસે ચર્ચા કરવા હું તૈયાર છું. શિક્ષણનું ગુજરાત મોડલ સારું કે દિલ્હી મોડલ તે અંગે ચર્ચા કરીએ. સ્થળ અને સમય તમે કહો એ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news