સાબરકાંઠાઃ પ્રાંતિજ નજીક પદયાત્રીઓને નડ્યો અકસ્માત, બેના ઘટના સ્થળે મોત

દસક્રોઇ તાલુકાના પદયાત્રીઓને પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે.

સાબરકાંઠાઃ પ્રાંતિજ નજીક પદયાત્રીઓને નડ્યો અકસ્માત, બેના ઘટના સ્થળે મોત

સાબરકાંઠા: પ્રાંતિજ પાસે પદયાત્રીઓના અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દસક્રોઇ તાલુકાના પદયાત્રીઓને પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માતમાં મોતને ભેટેલા બે યુવાનોના મૃતદેહને પી.એમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news