હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે તેમાં મુસલમાનો માટે કોઈ જગ્યા નથી: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે તેમાં મુસ્લિમો માટે કોઈ જગ્યા નથી અને આ અવધારણા તમામ આસ્થાઓ અને ધર્મો માટે સમાવેશી છે.

હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે તેમાં મુસલમાનો માટે કોઈ જગ્યા નથી: મોહન ભાગવત

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે તેમાં મુસ્લિમો માટે કોઈ જગ્યા નથી અને આ અવધારણા તમામ આસ્થાઓ અને ધર્મો માટે સમાવેશી છે. ભાગવતે કહ્યું 'સંઘ સાર્વભૌમિક ભાઈચારાની દિશામાં કામ કરે છે અને આ ભાઈચારાનો મૂળભૂત સિદ્ધાંત વિવિધતામાં એક્તા છે. આ વિચાર આપણી સંસ્કૃતિમાંથી આવે છે જેને દુનિયા 'હિંદુત્વ' કહે છે. આથી આપણે તેને હિંદુ રાષ્ટ્ર કહીએ છીએ.' 

સંઘની વિચારધારાને બધાને સાથે લઈને ચાલનારી ગણાવતા તેમણે કહ્યું કે 'હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે તેમાં મુસ્લિમો માટે કોઈ જગ્યા નથી. જે દિવસે એવું કહેવાશે ત્યારે તે હિંદુત્વ રહેશે નહીં. હિંદુત્વ વસુધૈવ કુટુંબકમની વાત કરે છે.' તેમણે અહીં સંઘની ત્રણ દિવસની વ્યાખ્યાનમાળાના બીજા દિવસે કહ્યું કે હિંદુત્વ ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો સારત્વ છે અને તેનો ઉદ્દેશ્ય વિભિન્ન આસ્થાઓ અને વિચારોના લોકો વચ્ચે બંધુત્વની ભાવનાને મજબુત કરે છે. 

સંઘ પ્રમુખે કહ્યું કે બી આ આંબેડકરે બંધારણ સભામાં પોતાના એક ભાષણમાં વિશ્વ બંધુત્વની વાત કરી હતી અને દેશવાસીઓ વચ્ચે ભાઈચારાને વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આંબેડકરે લોકોની મર્યાદા અને દેશની અખંડિતતાને સુનિશ્ચિત કરવાની વાત કરી હતી.

Mohan Bhagwat says Hindu Rashtra doesn't mean it has no place for Muslims

(તસવીર- સાભાર પીટીઆઈ)

ભાગવતે કહ્યું કે હિંદુત્વ ભારતીયની ધારણાનો સમાનાર્થી છે જે તમામ ભારતીયોને પરિભાષિત કરે છે અને વિવિધતામાં એકતાને છલકાવે છે. તેમણે કહ્યું કે સંઘ સર્વ ભવંતુ સુખિન:ની અવધારણમાં વિશ્વાસ કરે છે. અમે કોઈ એક ભાષા કે ભગવાનને બાંધતા નથી.

તેમણે કહ્યું કે આપણે વિભિન્ન રાજ્યો, ભાષાઓ અને જાતિઓમાં વહેંચાયેલા છે. આમ છતાં આપણે ભારત માતાના સંતાન અને સાર્વભૌમિક માનવ મૂલ્યોના અનુયાયીઓ હોવાનો દાવો કરીએ છીએ. ભાગવતે કહ્યું કે ઈસ્લામને માનનારાઓએ પણ કહ્યું હતું કે પૂજા અર્ચનાના અલગ અલગ તરીકા હોઈ શકે છે પરંતુ તેઓ 'ભારતમાતા'ના જ સંતાન છે. 

મંગળવારે સંઘના વ્યાખ્યાનમાં અમેરિકા, સિંગાપુર, જર્મની, જાપાન અને સર્બિયાના વિદેશી મિશનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, ગિરિરાજ સિંહ અને વિજય સાંપલાએ જેડીયુ નેતા કે સી ત્યાગી, રિટાયર્ડ ન્યાયાધીશ અને પૂર્વ સૈન્ય કમાન્ડરોએ પણ ભાગ લીધો હતો. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news