માત્ર 5 જ મિનિટમાં લાખોના સોનાના દાગીના તસ્કરો લઈ રફૂચક્કર, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

અગાઉ પણ સને 2016 માં આજ અભિષેક સોનીની જ્વેલર્સ શો રૂમમાં ધોળા દિવસે લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. જો કે હજી સુધી આ લૂંટનો ગુનો ઉકેલાય શક્યો નથી. ગત રોજ પણ ચોરી કરતા સમયે સાઇરન વાગતા ચોર પકડાઈ જવાના ડરથી ફરી એજ રસ્તે ભાગી છૂટ્યા હતા.

માત્ર 5 જ મિનિટમાં લાખોના સોનાના દાગીના તસ્કરો લઈ રફૂચક્કર, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

ઝી બ્યુરો/સુરત: જિલ્લાના કડોદરા ખાતે એક જવેલર્સને મધરાત્રે ચોરો નિશાન બનાવ્યું હતું. ફિલ્મી ઢબે શો રૂમમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બે દિવસથી પોલીસ ચોરોને પકડવા મથામણ કરી રહી છે. 

સુરત જિલ્લાના કડોદરા ખાતે કાયદો અને વ્યવસ્થાને પડકારથી વધુ એક ઘટના ગત રોજ પ્રકાશમાં આવી હતી. કડોદરા ખાતે આવેલ અભિષેક જવેલર્સ શો રૂમને ચોરોએ નિશાન બનાવી હતી. અને મધરાત્રે જવેલર્સના સ્વરૂપમાં ફિલ્મી ડબ્બે લાખોની સોનાના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. શો રૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. તો આ તમામ ચોરીની ઘટના અને ચોરો સીસીટીવીમાં કેર થવા પામ્યા હતા. માત્ર 5 મિનિટમાં ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે કડોદરા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. જેથી હવે પોલીસ નું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે.

બુકનીધારીઓ એ જે અભિષેક જવેલર્સમાં તોડફોડ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં સોનાની બુટ્ટી , ચેઇન , તેમજ અન્ય ઘરેણાં મળી 4.57 લાખ ની ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ સને 2016 માં આજ અભિષેક સોનીની જ્વેલર્સ શો રૂમમાં ધોળા દિવસે લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. જો કે હજી સુધી આ લૂંટનો ગુનો ઉકેલાય શક્યો નથી. ગત રોજ પણ ચોરી કરતા સમયે સાઇરન વાગતા ચોર પકડાઈ જવાના ડરથી ફરી એજ રસ્તે ભાગી છૂટ્યા હતા. કરોડોના ઘરેણા રાખતા શોરૂમના માલિકે રાત્રી દરમિયાન સિક્યુરિટી ગાર્ડ નહિ રાખતા ચોરો એ ફાયદો ઉઠાવ્યો હતો. 

હાલ તો પોલીસે CCTV ફૂટેજ મેળવી લૂંટ કરી ફરાર થેયલ લૂંટારુઓને ઝડપી પાડવા અંગે ચક્રોગતિમાન કર્યા છે. પરંતુ કડોદરા વિસ્તારમાં છાસવારે બનતી ચોરી લૂંટની ઘટનાને પગલે લોકોના ભય જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news