Escaped News

અમદાવાદ: પેરોલ જમ્પ કરીને ભાગેલો આરોપી જમીનની 6 ફુટ અંદરથી મળ્યો, SOG પણ ચોંકી ઉઠી
Aug 27,2020, 23:44 PM IST
ડભોઇ: સગીર પ્રેમીકાને લઇને ભાગી છુટેલ આરોપી જેલના સળીયા પાછળ ધકેલાયો
આજની યુવા પેઢી કાયદાનું ભાન ભૂલી પ્રેમમાં પાગલ પડતી નજરે પડે છે. વડોદરાના ડભોઇ તાલુકાના એક ગામની ૧૪ વર્ષીય કિશોરી ઉપર ૨૩ વર્ષના યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાનાં એક ગામમાં રહેતી ૧૪ વર્ષિય કિશોરીને 23 વર્ષીય યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંન્ને પ્રેમમાં પાગલ પાત્રો અનેક વખત મળતા અને એકબીજા સાથે જીવવા મરવાની કસમનો વાયદો કરીને બેઠા હતા. જો કે આજે સમય એવો આવ્યો છે તે પીડિતાનો પ્રેમી જેલના સળીયા પાછળ છે કારણ 23 વર્ષીય યુવાન અજય સનાભાઇ તડવીએ કાયદાનું ભાન ભુલી ૧૪ વર્ષીય સગીરાને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.
Feb 3,2020, 23:10 PM IST
લાખોનાં ઘરેણાની ચોરી મુદ્દે માલિક ચોર નિકળ્યો,ચોરી કરવાનું કારણ ચોંકાવનારૂ
શહેરના પારડી, પારસી સ્ટ્રીટ ખાતે આવેલા જય જલારામ જવેલર્સ નામની દુકાનમાંથી લાખોની રકમના સોનાચાંદીના દાગીનાની ચોરીની ચકચારી ઘટનાના ગુનાનો ભેદ પારડી પોલીસે ઉકેલી લીધો હતો. ઘરકા ભેદી લંકા ઢાયે જેમ ખુદ ફરિયાદીએ ઇન્સ્યોરન્સ પકવવા 1.5 કરોડની ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસી સ્‍ટ્રીટમાં આવેલ “જય જલારામ જવેલર્સ” નામની દુકાનમાં મોટી રકમના સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થયાં અંગેની જાણ થતા પારડી પોલીસ તાત્કાલીક ધટના સ્થળે પહોચી ગયેલ અને જય જલારામ જવેલર્સના માલીક દીલીપભાઇ બળવંતભાઇ પારેખને મળી બનાવ સંબંધે માહીતી મેળવી હતી. 
Jan 3,2020, 20:29 PM IST

Trending news