ગજબ, 1 દિવસની સેલરી 9.50 લાખ રૂપિયા, ઈતિહાસના વિદ્યાર્થીએ વિજ્ઞાનની દુનિયામાં ધૂમ મચાવી

who is Mohit Joshi: ઈન્ફોસિસમાં 2 દાયકા સુધી મહત્વની જવાબદારી નિભાવ્યા પછી હવે તે ટેક મહિન્દ્રાના નવા એમડી અને સીઈઓ હશે. ઈન્ફોસિસની પહેલાં તેમણે એએનજેડ ગ્રિન્ડલેજ અને એબીએન એમરો બેંક જેવા દુનિયાના કેટલાંક સૌથી મોટા નિગમમાં કામ કર્યુ.

ગજબ, 1 દિવસની સેલરી 9.50 લાખ રૂપિયા, ઈતિહાસના વિદ્યાર્થીએ વિજ્ઞાનની દુનિયામાં ધૂમ મચાવી

Mohit Joshi life: દેશ અને દુનિયાની દિગ્ગજ ટેકનોલોજીની કંપનીના સીઈઓ સહિત મોટા અધિકારીઓની સેલરી કરોડોમાં હોય છે. અને અવારનવાર તે પોતાની પોસ્ટ અને પગારના કારણે ચર્ચામાં રહે છે. આજે અમે તમને આવા જ એક ટોપ લેવલના ઓફિસરની કહાની બતાવવા જઈ રહ્યા છીએ જે રોજના લગભગ સાડા 9 લાખ રૂપિયા કમાતા હતા. ખાસ વાત એ છે કે હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયેલ વ્યક્તિ ટેકનોલોજી સેક્ટરની કંપનીમાં પોતાની પ્રતિભાથી ઝળહળી રહ્યો છે.  અમે વાત કરી રહ્યા છીએ ટેક મહિન્દ્રાના થનારા એમડી અને સીઈઓ મોહિત જોશીની. ઈન્ફોસિસમાં 22 વર્ષ સુધી મહત્વની જવાબદારી નિભાવ્યા પછી મોહિત જોશી હવે ટેક મહિન્દ્રાની સાથે નવી સફર શરૂ કરશે. તે હાલમાં એમડી અને સીઈઓ સીપી ગુરનાનીની જગ્યા લેશે. હવે નજર કરીએ મોહિત જોશીની કારકિર્દી પર.

મોહિત જોશીને જવાબદારી મળતાં જ ટેક મહિન્દ્રાના શેર ઉછળ્યા:
મોહિત જોશીની લોકપ્રિયતા અને પ્રતિભાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે સમાચાર સામે આવ્યા કે તે ટેક મહિન્દ્રામાં એમડી અને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેના પછી ટેક મહિન્દ્રાના શેરમાં ઈન્ટ્રાડેમાં જોરદાર તેજી આવી અને તે શરૂઆતના બિઝનેસમાં 8 ટકા સુધી વધી ગયો. મોહિત જોશી 2 દાયકામાં એન્ટરપ્રાઈઝ ટેકનોલોજી સોફ્ટવેર અને કન્સલ્ટીંગ સેક્ટરમાં પોતાની સેવાઓ આપતા રહ્યા છે. 

22 વર્ષ સુધી ઇન્ફોસિસમાં ઘણા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું:
તે છેલ્લા 22 વર્ષથી ઇન્ફોસિસ સાથે સંકળાયેલા રહ્યા. આ સમયગાળા દરમિયાન મોહિત જોશીએ બેન્કિંગ પ્લેટફોર્મ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ/ઓટોમેશન પોર્ટફોલિયો, સેલ્સ ઓપરેશન્સ, ટ્રાન્સફોર્મેશન, CIO ફંક્શન અને ઈન્ફોસિસ નોલેજ ઈન્સ્ટિટ્યૂટનું નેતૃત્વ કર્યું. તો  ઇન્ફોસીસ પહેલા, તેમણે ANZ Grindlays અને ABN AMRO બેંક જેવી વિશ્વની કેટલીક સૌથી મોટી કોર્પોરેશનો માટે કામ કર્યું હતું.

એક દિવસની કમાણી 9.50 લાખથી વધુ: 
વર્ષ 2021માં મોહિતની સેલેરી 15 કરોડ રૂપિયાથી વધીને 34 કરોડ રૂપિયા થઈ ગઈ. ઇન્ફોસિસ ફાઇલિંગ અનુસાર, તેને વર્ષ 2021-2022માં રૂ. 34,89,95,497નું વળતર મળ્યું હતું. તેનો અર્થ એ છે કે  તે દરરોજ 9.5 લાખ રૂપિયા કમાતા હતા. પોતાની કારકિર્દી દરમિયાન મોહિત જોશીએ એશિયા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં કામ કર્યું. વર્ષ 2014માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં તેમને યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

દિલ્લીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું:
મોહિત જોશીએ પોતાનું શાળાકીય શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ, આરકે પુરમમાંથી પૂર્ણ કર્યું. આ પછી તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં ગ્રેજ્યુએટ થયા અને પછી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએ કર્યું. તેમણે યુએસની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાંથી ગ્લોબલ લીડરશીપ અને પબ્લિક પોલિસીનો પણ અભ્યાસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news