મોજશોખ પૂરા કરવા મોબાઈલ-વાહનોની ચોરી કરતો ચોર ઝડપાયો, પોલીસ તપાસમાં મોટા ખુલાસા
વેસુ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગ અને વાહન ચોરીની ઘટનાને અંજામ આપતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 12 મોબાઇલ અને 3 મોટરસાયકલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેસુ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગ અને વાહન ચોરીની ઘટનાને અંજામ આપતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 12 મોબાઇલ અને 3 મોટરસાયકલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, પકડાયેલો આરોપી પોતાના મોજશોખ પૂરા કરવા માટે આ પ્રકારની ચોરી કરતો હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે.
વેસુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે પોલીસે બાતમીના આધારે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કમલેશ દેવીપુજક નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના 12 મોબાઈલ તેમજ ત્રણ બાઇકનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રોહિત દેવીપુજક નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે કમલેશ દેવીપુજકની ધરપકડ કરી તેની પાસેથી 12 મોબાઈલ તેમજ 3 મોટરસાયકલ મળી કુલ 1,59,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા આરોપી ભૂતકાળમાં આવી કઈ ઘટનાઓમાં છે. તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન હજુ પણ અનેક વાહન ચોરીના મોબાઈલ ચોરીના ગુના ઉકલે તેવી આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે.
તેવામાં આરોપી પોતાના મોજશોખ માટે આ પ્રકારના ગુના આચરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે