શું પુતિન રાજધાની છોડીને ભાગી ગયા? મોસ્કોમાં વેગનર ગ્રુપના આગમનને કારણે રશિયામાં અફવાઓનું બજાર ગરમ


Putin Flight Moscow: રશિયાની રાજધાની મોસ્કો તરફ સતત વિદ્રોહી ગ્રુપ વેગનર આગળ વધી રહ્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અફવા છે કે પુતિન મોસ્કો છોડી જઈ ચુક્યા છે. આ દાવા પાછળ ફ્લાઇટ રડારનો ડેટા છે, તે પ્રમાણે પુતિનના સત્તાવાર વિમાને મોસ્કોથી ઉડાન ભરી છે. 

શું પુતિન રાજધાની છોડીને ભાગી ગયા? મોસ્કોમાં વેગનર ગ્રુપના આગમનને કારણે રશિયામાં  અફવાઓનું બજાર ગરમ

મોસ્કોઃ પુતિનની ખાનગી સેના વેગનર ગ્રુપે રશિયામાં બળવો કર્યો છે. બળવાખોરોનું જૂથ રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યું છે. આને જોતા એવું માનવામાં આવે છે કે રશિયામાં ટૂંક સમયમાં બળવો થઈ શકે છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રશિયાના પ્રમુખ પુતિને વેગનર ગ્રૂપની વધતા પગલાંને ધ્યાનમાં રાખીને મોસ્કો છોડી દીધાની  અફવા છે. બીબીસીના અહેવાલ મુજબ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સમાચાર એજન્સી TASSને ​​જણાવ્યું કે રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં હાજર છે.

પરંતુ ફ્લાઇટરાડર ટ્રેકિંગના કેટલાક યૂઝર્સ શોધી કાઢ્યું છે કે પુતિનનું વિમાન મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ માટે ઉત્તરપશ્ચિમ તરફ ઉડાન ભરી હતી. તેના થોડા સમય પછી, મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં ટાવર શહેરની નજીક વિમાન સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયું. અહીં પુતિન મોટા ગ્રામીણ વિસ્તારના માલિક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુતિન ક્રેમલિનમાં છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી. જોકે, એવું પણ કહેવામાં આવ્યું છે કે પુતિન ઘણી વખત આ વિસ્તારની નજીક સમય વિતાવે છે.

લિપેત્સ્કમાં પહોંચ્યુ વેગનર જૂથ
રશિયાના લિપેત્સ્ક પ્રાંતના ગવર્નરે શનિવારે જણાવ્યું હતું કે ખાનગી દળ વેગનર પ્રાંતમાં પ્રવેશ્યા છે. લિપેત્સ્ક પ્રદેશ મોસ્કોથી 360 કિલોમીટર દક્ષિણમાં છે. આ સ્થાન રાજધાનીથી રોસ્ટોવ-ઓન-ડોન કરતાં ઘણું દૂર છે જ્યાં વેગનર ફોર્સ રાત્રે દેખાયા હતા. ગવર્નર ઇગોર આર્ટામોનોવે ટેલિગ્રામ પર કહ્યું, “સત્તાધીશો જનતાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે." તેણે વેગનરની હાજરી વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી.

મોસ્કો તરફ આગળ વધી રહ્યાં છે વેગનર ગ્રુપ
આ વચ્ચે ચેચન નેતા રમઝાન કાદિરોવે કહ્યુ કે તેની સેના વેગનર ગ્રુપના વિદ્રોહને દબાવવામાં રશિયાની મદદ માટે આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે વેગનર ગ્રુપ મોસ્કો તરફ આગળ વધી રહ્યું છે. વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિનનું કહેવું છે કે રશિયાની સેનાએ તેના પર હુમલો કર્યો. તેમણે દાવો કર્યો કે પહેલા તોપથી ગોળા વરસાવવામાં આવ્યા છે. ત્યારબાદ હેલીકોપ્ટર દ્વારા તેના સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. 

(ઇનપુટ એજન્સી સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news