ઝિમ્બાબ્વેએ બે વખતની ODI વર્લ્ડકપ વિજેતા ટીમને હરાવી, વેસ્ટઈન્ડિઝ પર મોટો ખતરો


વનડે વર્લ્ડ કપના ક્વોલીફાયર મુકાબલામાં ઝિમ્બાબ્વેએ વેસ્ટ ઈન્ડિઝને 35 રનથી પરાજય આપ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમ આ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

ઝિમ્બાબ્વેએ બે વખતની ODI વર્લ્ડકપ વિજેતા ટીમને હરાવી, વેસ્ટઈન્ડિઝ પર મોટો ખતરો

હરારેઃ ભારતમાં આ વર્ષના અંતમાં યોજાનાર વિશ્વકપ માટે ઝિમ્બાબ્વેમાં ક્વોલીફાયર મુકાબલા રમાઈ રહ્યાં છે. આ ટૂર્નામેન્ટની એક મેચમાં હોસ્ટ ઝિમ્બાબ્વેનો સામનો વેસ્ટઈન્ડિઝ સાથે થયો હતો. આ મેચમાં ઝિમ્બાબ્વેએ વિન્ડીઝને 35 રને પરાજય આપ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમ આ મુકાબલામાં મળેલી જીતની સાથે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ઝિમ્બાબ્વેએ સુપર 6 રાઉન્ડ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. ઝિમ્બાબ્વેની આ જીતમાં સિકંરદ રઝાનું મહત્વનું યોગદાન રહ્યું હતું. 

ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ 49.5 ઓવરમાં 268 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ બીજી ઈનિંગમાં ઝિમ્બાબ્વેના બોલરોએ શાનદાર બોલિંગ કરી અને વિન્ડીઝની ટીમ લક્ષ્ય હાસિલ કરી શકી નહીં. 269 રનનો પીછો કરતા વિન્ડીઝ ટીમ 44.4 ઓવરમાં 233 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

સિકંદર રઝા મેન ઓફ ધ મેચ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વે તરફતી સિકંદર રઝાએ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. સિકંદર રઝાના શાનદાર પ્રદર્શનની મદદથી ઝિમ્બાબ્વે જીત મેળવવામાં સફળ રહ્યુ હતું. રઝાએ 58 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 68 રન બનાવ્યા હતા. તો તેણે બોલિંગમાં બે વિકેટ લેવાની સાથે બે કેચ પણ ઝડપ્યા હતા. તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

વર્લ્ડ ચેમ્પિયન સંકટમાં
બે વખતની વનડે વિશ્વકપ વિજેતા ટીમની સ્થિતિ ખરાબ છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમે ભલે આગામી રાઉન્ડ (સુપર 6) માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. પરંતુ ત્યાં તેનો સામનો શ્રીલંકા જેવી ટીમ સામે થશે. જો શ્રીલંકા અને ઝિમ્બાબ્વે આવું પ્રદર્શન કરશે તો તે વિશ્વકપ માટે ક્વોલીફાઈ કરી લેશે. સાથે વિન્ડીઝ ટીમ બહાર પણ થઈ શકે છે. એટલે કે હવે આગામી બાકી મેચ વેસ્ટ ઈન્ડિઝ માટે ખુબ મહત્વની છે. હવે વિન્ડીઝ ટીમને એક હાર ભારે પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news