જસદણમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા ભાજપના આ સ્ટાર નેતાઓ કરશે પ્રચાર
ભાજપના સ્મૃતિ ઈરાની, પરેશ રાવલ જેવા સ્ટાર પ્રચારકો જસદણમાં આવીને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પ્રચાર કરશે. તો ગુજરાતી સ્ટાર્સ હિતુ કનોડિયા અને નરેશ કનોડિયા પણ પ્રચાર કરશે. સાથે જ મુખ્યમંત્રી રૂપાણી અને જીતુ વાઘાણીને પણ મેદાનમાં ઉતારવામાં આવશે.
Trending Photos
જસદણ : હાલ ગુજરાતમાં જસદણ પેટા ચૂંટણીને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીવાળો માહોલ સર્જાયો છે. ભાજપ તરફથી કુંવરજી બાવળીયા તો કોંગ્રેસમાંથી અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે આ પેટા ચૂંટણી જીતવી બહુ જ મહત્વની બની ગઈ છે. ત્યારે હવે જસદણની પેટા ચૂંટણી માટે ભાજપે હવે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું છે. ભાજપી નેતાઓ જસદણમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે.
કયા ભાજપી નેતા કરશે ચૂંટણી પ્રચાર
ભાજપના સ્મૃતિ ઈરાની, પરેશ રાવલ જેવા સ્ટાર પ્રચારકો જસદણમાં આવીને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પ્રચાર કરશે. તો ગુજરાતી સ્ટાર્સ હિતુ કનોડિયા અને નરેશ કનોડિયા પણ પ્રચાર કરશે. સાથે જ મુખ્યમંત્રી રૂપાણી અને જીતુ વાઘાણીને પણ મેદાનમાં ઉતારવામાં આવશે. જસદણમાં ચૂંટણી પ્રચાર માટે કુલ 35 નેતાઓની ટીમનું લિસ્ટ બનાવાયું છે. જે આ મુજબ છે.
જસદણની પેટાચૂંટણીને જીવતા માટે કોંગ્રેસ ભાજપ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપનો આ પ્રચાર પ્લાન સફળ રહેશે કે નહીં તે પરિણામ આવ્યા બાદ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, જસદણ પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે નાકની લડાઇ બની છે. ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ઇચ્છે છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવાની ફિરાકમાં છે. ભાજપ કોંગ્રેસ બંનેએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે મોટો નિર્ણય લીધો છે અને માઇક્રો પ્લાનિંગ કર્યું છે.
કોંગ્રેસના કયા નેતાઓ પ્રચાર કરશે
કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સહિત મોટા નેતાઓને જિલ્લા પંચાયત બેઠક અને ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જાણે પહેલી વખત આટલું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જસદણ બેઠક વિસ્તારમાં કોળી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. જે પાર પાડવા કોંગ્રેસ દ્વારા અહીંના કોળી અને પાટીદાર મતદારોને આકર્ષવા માટે બંને બાજુથી દિગ્ગજ નેતાઓનો સહારો લીધો છે. કોંગ્રેસે પાટીદાર ધારાસભ્યો વિરજી ઠુમર, પ્રતાપ દૂધાત, બ્રિજેશ મેરજા, ચિરાગ કલસરીયા, લલિત કથીરિયા તેમજ પૂંજા વંશ, સોમાભાઇ પટેલ, રાજેશ ગોહિલ અને ઋત્વિજ મકવાણાને મતદારોને રીઝવવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે