અમદાવાદ: ઓનલાઇન સસ્તી ખરીદીની લાલચે યુવતીએ 34 હજાર ગુમાવ્યા, ગઠીયાઓની ગજબ ટ્રીક
Trending Photos
અમદાવાદ : ઓનલાઇન શોપિંગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કપડા ખુબ જ નીચી કિંમતે દેખાડીને એક યુવતી સાથે ઓનલાઇન ફ્રોડની ઘટના સરદાર નગર વિસ્તારમાં બની છે. સરદાર નગરમાં રહેતી એક યુવતીએ એક વેબસાઇટ પરથી કપડા ખરીદ્યા હતો. જો કે ઓર્ડર મુજબનો સ્ટોક હોવાનું જણાવીને તેની પાસે તેના ડેબિટ કાર્ડની વિગત માંગવામાં આવી હતી. ત્યાર બાદ તેના એકાઉન્ટમાંથી 34907 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
આ સમગ્ર મુદ્દે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રિચા અમીન નામની યુવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. પતિ રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. રિચાએ એથનિક નામની વેબસાઇટ પર 199 રૂપિયામાં વિન્ટેજ પ્રિન્ટેડ હેરમ નામની પ્રોડક્ટ ઓર્ડર કરી હતી.
જો કે પ્રોડક્ટ ઓર્ડર અનુસાર નહી આવતા તેમણે કંપનીનો ઓનલાઇન નંબર શોધીને તેમાં ફોન કર્યો હતો. નંબર પર જણાવાયું કે, તમે ઓર્ડર કરેલો માલ હાલ સ્ટોકમાં નથી માટે તમે એનીડેસ્ક એપ ડાઉનલોડ કરો. જેથી તે પેમેન્ટ પરત આપી શકે. જેથી રિયાએ એપ ડાઉનલોડ કરીને એક્સેસ આપ્યું હતું. જેમાં તેણે તમામ ડેબિટકાર્ડની વિગતો આપી હતી. ગણત્રીની મિનિટોમાં 34907 રૂપિયા તેના એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા. જેથી મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે વિગત આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે