ટૉમ મૂડીએ પસંદ કરી વર્લ્ડ ટી20 XI, રોહિત શર્માને બનાવ્યો કેપ્ટન

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડી (Tom Moody)એ હાલમાં વર્લ્ડ ટી20  XIની પસંદગી કરી છે. મૂડીની આ પ્લેઇંગ ઇલેવનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) બંન્નેને જગ્યા મળી છે. 

ટૉમ મૂડીએ પસંદ કરી વર્લ્ડ ટી20 XI, રોહિત શર્માને બનાવ્યો કેપ્ટન

નવી દિલ્હીઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડી (Tom Moody)એ હાલમાં વર્લ્ડ ટી20  XIની પસંદગી કરી છે. મૂડીની આ પ્લેઇંગ ઇલેવનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) બંન્નેને જગ્યા મળી છે. પરંતુ  તેમણે આ ટીમની કમાન વિરાટને સોંપી નથી પરંતુ આઈપીએલના સૌથી સફળ કેપ્ટન હિટમેન રોહિત શર્માને તે માટે પસંદ કર્યાં છે. ટોમ મૂડીએ સ્પોર્ટસ વેબસાઇટ ક્રિકબઝ પર ક્રિકેટ કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેની સાથે ચર્ચા કરી રહ્યાં હતા. 

રોહિતને કેપ્ટન પસંદ કરવાનું કારણ પણ તેમણે આઈપીએલના રેકોર્ડને ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, રોહિતે સૌથી વધુ આઈપીએલ ટાઇટલ પોતાના નામે કર્યા છે, તેથી તેઓ કેપ્ટન થવાના હકદાર છે. મૂડી દ્વારા પસંદ કરાયેલી ટીમમાં તે બધા ખેલાડી છે, જે વર્તમાનમાં ક્રિકેટ રમી રહ્યાં છે અને આવનારા કેટલાક વર્ષો રમશે. તેમણે કહ્યું, આ ટીમ તે ટીમ નથી, જે છેલ્લા 10 વર્ષમાં રમતી હતી. હું તે ટીમની વાત કરી રહ્યો છું, જે આવનારા દિવસોમાં ક્રિકેટ રમશે. 

તેમણે ઓપનિંગની જવાબદારી રોહિત શર્માની સાથે પોતાના હમવતન ખેલાડી ડેવિડ વોર્નરને આપી છે. તેમણે વિરાટ કોહલીને નંબર-3 અને ડિવિલિયર્સને ચોથા ક્રમે રાખ્યો છે. નંબર-5ને તેમણે પોતાની ટીમ માટે ખુબ મુશ્કેલ પોઝિશન ગણાવી. તેમણે તેમનું મન તો જોસ બટલરને લાવવાનું હતું પરંતુ ટીમના સંતુલનને જોતા તેમણે એક લેફ્ટહેન્ડર બેટ્સમેન રમાડવા ઈચ્છશે, તો તેથી તેઓ નિકોલસ પૂરનને તક આપશે. 

કપિલ દેવ અને ગૈરી સોબર્સની ક્લબમાં સામેલ થયો બેન સ્ટોક્સ, મેળવી ખાસ સિદ્ધિ

મૂડીએ કહ્યુ કે, તેમણે એમએસ ધોનીને ટીમમાં પસંદ કર્યાં નથી કારણ કે મારૂ ધ્યાન આજની ટીમ પસંદ કરવા પર છે. તેમણે કહ્યું, ધોનીનો હું પણ મોટો પ્રશંસક છું. એક કેપ્ટન અને ખેલાડીના રૂપમાં તેમણે જે હાસિલ કર્યું છે તે અવિશ્વસનીય છે. 

નંબર 6 અને 7 માટે તેમણે આંદ્રે રસેલ અને સુનીલ નરેનને પસંદ કર્યા. ત્યારબાદ ટીમના બોલિંગ એટેકની વાત કરીએ તો અહીં મિશેલ સ્ટાર્ક, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચરને જગ્યા મળી છે. રવીન્દ્ર જાડેજાને રિઝર્વ ખેલાડી તરીકે તેની ફીલ્ડિંગને કારણે તક આપવામાં આવી છે. 

આ છે ટોમ મૂડીની વર્લ્ડ ટી20 ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, નિકોલસ પૂરન આંદ્રે રસેલ, સુનીલ નરેન, મિશેલ સ્ટાર્ક, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, જોફ્રા આર્ચર, રવીન્દ્ર જાડેજા (12મો ખેલાડી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news