પિતા પુત્રના કારણે આખુ જૂનાગઢ રાતા પાણીએ રોઇ રહ્યું છે, કર્યું એવું કામ કે...

પોસ્ટ એજન્ટ પિતા પુત્ર લાખો રૂપીયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા છે. ઠગ પોસ્ટ એજન્ટ પિતા પુત્રએ અનેક ખાતા ધારકોના રૂપીયાનું ફુલેકું ફેરવી નાખ્યું, પોસ્ટ ઓફીસના ખાતાં ધારકોએ બચત માટે આપેલા રૂપિયા પોસ્ટ ઓફીસમાં જમા કરાવતા ન હતા. પાસબુકમાં એન્ટ્રી  હોય પરંતુ ખાતામાં રૂપિયા જમા ન હોય ખાતા ધારકો ચિંતામાં મુકાયા છે. આ ઘટનાને લઈને પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી અપાઈ છે. જો કે ભોગ બનનાર એક ખાતા ધારકે પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમાર સામે પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે.
પિતા પુત્રના કારણે આખુ જૂનાગઢ રાતા પાણીએ રોઇ રહ્યું છે, કર્યું એવું કામ કે...

જૂનાગઢ : પોસ્ટ એજન્ટ પિતા પુત્ર લાખો રૂપીયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા છે. ઠગ પોસ્ટ એજન્ટ પિતા પુત્રએ અનેક ખાતા ધારકોના રૂપીયાનું ફુલેકું ફેરવી નાખ્યું, પોસ્ટ ઓફીસના ખાતાં ધારકોએ બચત માટે આપેલા રૂપિયા પોસ્ટ ઓફીસમાં જમા કરાવતા ન હતા. પાસબુકમાં એન્ટ્રી  હોય પરંતુ ખાતામાં રૂપિયા જમા ન હોય ખાતા ધારકો ચિંતામાં મુકાયા છે. આ ઘટનાને લઈને પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી અપાઈ છે. જો કે ભોગ બનનાર એક ખાતા ધારકે પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમાર સામે પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે.

મનુષ્ય જીવન અમુલ્ય છે પરંતુ જીવન ચલાવવા નાણાં પણ એટલા જ જરૂરી છે, લોકો પોતાની આર્થિક જરૂરીયાત પુરી કરવા કામ કરીને જે કાંઈ કમાણી કરે છે તેમાંથી પોતાના અને પોતાના પરિવાર તથા સંતાનો માટે થોડી  ઘણી બચત પણ કરતો હોય છે. આજે માણસ પોતાની રોજીંદી આવક પછી તે રકમ નાની હોય કે મોટી પરંતુ તેમાંથી બચત તો જરૂર કરે છે, અને આમ પણ પોસ્ટ ઓફીસમાં વધુ વ્યાજ મળતું હોય તેથી સ્વાભાવિક રીતે નાના મોટાં માણસો પોસ્ટ ઓફીસની નાની બચતમાં રોકાણ કરતાં હોય છે.

આજે સરકારી કચેરીઓના કામકામ માટે એજન્ટો હોય છે, જે લોકોના નાણાંકીય વ્યવહારો કરી આપે છે અને બદલામાં તેને કમિશન મળતું હોય છે અને લોકોને કચેરીના ધક્કાથી રાહત મળતી હોય છે, આમાં એજન્ટ અને ગ્રાહક એટલે કે ખાતા ધારક વચ્ચે વિશ્વાસનો સબંધ હોય છે. પરંતુ જૂનાગઢમાં વર્ષોથી પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતાં ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમારે ખાતા ધારકો સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપીયાનું ફુલેકું ફેરવી બન્ને પિતા પુત્ર ફરાર થઈ ગયા છે. વર્ષોથી પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતાં હોય અને સારી સર્વિસ આપતાં હોવાને કારણે લોકોને ભરત પરમાર અને તુષાર પરમાર પર વિશ્વાસ હતો અને પોતાના જીવનની કમાણી બચત માટે લોકો તેમને વિશ્વાસ થી સોંપી દેતા હતા.

પરંતુ કોઈ કારણોસર બન્ને પિતા પુત્ર છેલ્લા એક અઠવાડીયાથી ફરાર છે અને તેમના મોબાઈલ પણ સ્વીચ ઓફ થઈ ગયા છે. પોસ્ટ ઓફીસના ખાતા ધારકો જ્યારે પોતાને નાણાંની જરૂર પડતાં ઉપાડ કરવા ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે તેમના ખાતામાં તો રૂપીયા જ નથી અથવા તો જે પાસબુક તેઓ લઈને આવ્યા છે તે પાસબુક નકલી છે અને તેવા નામ કે નંબરનું પોસ્ટ ઓફીસમાં કોઈ ખાતું જ નથી. જૂનાગઢ પોસ્ટ ઓફીસ પર એવા અનેક ખાતેદારો જોવા મળે છે કે જેમની પાસબુકમાં એન્ટ્રી છે પરંતુ વાસ્તવમા જ્યારે તેઓએ પોસ્ટઓફીસમાં પોતાના ખાતાની ખરાઈ કરી ત્યારે માલુમ પડ્યું કે તેમના ખાતામાં કોઈ જમા રકમ છે નહી  અથવા તો જે ખાતાની પાસબુક ગ્રાહક લઈને આવ્યા છે તેવું પોસ્ટ ઓફીસમા કોઈ ખાતું જ નથી.

પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમાર દ્વારા અનેક લોકો પાસેથી બચત માટે રૂપીયા લઈને તેને પોસ્ટ ઓફીસમાં જમા કરાવ્યા નથી, અનેક લોકો આ ઠગ પિતાપુત્ર પર વિશ્વાસ રાખીને છેતરપીંડીનો ભોગ બન્યા છે. કેટલાંક ભોગ બનનાર ખાતેદારોએ તો બન્ને પોસ્ટ એજન્ટ પિતા પુત્ર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે, પોલીસે પણ ફરીયાદને આધારે બન્ને ઠગ એજન્ટ પિતા પુત્રને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. સાથે પોસ્ટ વિભાગ દ્વારા પણ આ અંગે ખુલાસો કરાયો અને લોકોને અપીલ કરવામાં આવી છે કે ખાતા ધારકો પોતાના ખાતાની સ્વયં દેખરેખ રાખે, અને જરૂર જણાય તો પોસ્ટ વિભાગને સીધી ફરીયાદ કરે જેથી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરી શકાય. 

સરકારી કચેરીઓની આંટીઘુંટી થી બચવા એજન્ટ પ્રથા અમલમાં આવી છે, લોકો એજન્ટ પર વિશ્વાસ મુકીને પોતાની મુડી બેધડક સોંપી દેતા હોય છે, ત્યારે ભરત પરમાર અને તુષાર પરમાર જેવા એજન્ટો પહેલાં સારી સર્વિસ આપીને લોકોનો વિશ્વાસ જીતે છે અને બાદમાં લોકો સાથે છેતરપીંડી કરીને ફરાર થઈ જાય છે. એક અંદાજ મુજબ 100 થી વધુ લોકો પોસ્ટ એજન્ટની છેતરપીંડીનો ભોગ બન્યા છે અને છેતરપીંડીનો આંકડો લાખો થી લઈને કરોડો રૂપીયા સુધી પહોંચે તેવી સંભાવના છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રકારની છેતરપીંડીથી બચવા પોસ્ટ વિભાગે પણ બેંકોની માફક ઓટીપી કે ઉપાડ અને જમાના મેસેજ સહીતની ડીજીટલ ટેકનોલોજી સાથે તાલમેલ કરીને અપડેટ થવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news