Farmers Protest: ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરીથી થશે વાતચીત, આ 2 મુદ્દા પર બની છે સહમતિ

ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આજે બપોરે 2 વાગે દિલ્હી (Delhi) ના વિજ્ઞાન ભવનમાં સાતમા રાઉન્ડની વાતચીત થશે. 

Farmers Protest: ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરીથી થશે વાતચીત, આ 2 મુદ્દા પર બની છે સહમતિ

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (farmers protest) 40માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો ( Farmers) સતત કાયદા પાછા ખેંચી લેવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આજે બપોરે 2 વાગે દિલ્હી (Delhi) ના વિજ્ઞાન ભવનમાં સાતમા રાઉન્ડની વાતચીત થશે. 

છઠ્ઠા રાઉન્ડની વાતચીતમાં આ 2 મુદ્દા પર બની સહમતિ
કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 30 ડિસેમ્બરના રોજ છઠ્ઠા રાઉન્ડની વાતચીત થઈ હતી. લગભગ પાંચ કલાક ચાલેલી બેઠકમાં વિજળી દરોમાં વૃદ્ધિ અને પરાલી બાળવાના દંડને લઈને ખેડૂતોની ચિંતાનો ઉકેલ લાવવા માટે સહમતિ બની, પરંતુ બે મોટા મુદ્દાઓ પર તો ગતિરોધ ચાલુ જ રહ્યો. ખેડૂતોની માંગણી છે કે MSP માટે કાનૂની ગેરન્ટી આપવામાં આવે અને નવા 3 કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે. 

13 જાન્યુઆરીના રોજ કાયદાની કોપી બાળશે ખેડૂતો
ખેડૂત નેતા મનજીત સિંહ રાયે કહ્યું કે અમે 13 જાન્યુઆરીના રોજ નવા કાયદાની કોપીઓ બાળીને લોહરી(Lohri) નો ઉત્સવ ઉજવીશું. રાયે લોકોને અપીલ કરી છે કે છ થી લઈને 20 જાન્યુઆરી સુધી ખેડૂતોના સમર્થનમાં ધરણા પ્રદર્શન આયોજિત કરે. તેમણે કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતીના અવસરે 23 જાન્યુઆરીને 'આઝાદ હિન્દ કિસાન દિવસ' તરીકે મનાવીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news