ગુજરાતનું સૌથી મોટું ગેસ રિફીલિંગ કૌભાંડ આ શહેરમાંથી ઝડપાયું, જાણો પોલીસે કેવી રીતે કર્યો પર્દાફાશ
સુરત ગ્રામ્ય LCB અને ઓલપાડ પોલીસ સંયુક્ત રીતે ઓલપાડ ના માસમાં ગામે દરોડા પાડ્યા હતા. ઇન્ડિયન ગેસ ઇજન્સી ધરાવતા પિંકી ગેસ ઇજન્સીમાં દરોડા પાડ્યા હતા. ગેસ એજન્સીના માણસો ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી ગેસ રિફિલ ચોરી કરી રહ્યા હતા.
Trending Photos
સંદીપ વસાવા/ઓલપાડ: રાજ્યનું સૌથી મોટું ગેસ રિફીલિંગ કૌભાંડ સુરત જિલ્લામાંથી ઝડપાયું છે. ઓલપાડના માસમાં ગામની સીમમાં ઘરેલુ વપરાશની ગેસ બોટલમાંથી ગેરકાયદે રિફીલિંગ કરી નાની બોટલમાં ગેસ રિફિલ કૌભાંડ જિલ્લા LCB અને ઓલપાડ પોલીસે સંયુક્ત રીતે ઝડપી પાડ્યું છે. 16 કિલોની બોટલોમાંથી ગેસ કાઢી લીધા બાદ અન્ય બોટલમાં ભરી વેચી મારવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. 28 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરી 8 ને વોન્ટેડ જાહેર કરાયા છે.
શું બની હતી સમગ્ર ઘટના?
સરકાર દ્વારા ગરીબ, મધ્યમ વર્ગ સહિતના પરિવારના લોકોને ફાયદો પહોંચે આર્થિક બચત થાય એવા ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઘરેલુ ગેસ સિલિન્ડર હવે દરેક વર્ગની જરૂરિયાત બની ચુકી છે. ખાસ ગેસની બોટલો ઉપર સબસીડી પણ આપવામાં આવી રહી છે. પરંતુ બે નંબરીયા ધંધાદારીઓ હરહમેંશાની જેમ કાળા બજારી કરી વધુ પૈસા કમાવવાનો રસ્તો શોધી કાઢતા હોય છે. ત્યારે હવે આજ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગનું કૌભાંડ સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું છે.
સુરત ગ્રામ્ય LCB અને ઓલપાડ પોલીસ સંયુક્ત રીતે ઓલપાડ ના માસમાં ગામે દરોડા પાડ્યા હતા. ઇન્ડિયન ગેસ ઇજન્સી ધરાવતા પિંકી ગેસ ઇજન્સીમાં દરોડા પાડ્યા હતા. ગેસ એજન્સીના માણસો ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી ગેસ રિફિલ ચોરી કરી રહ્યા હતા. ઇન્ડિયન ગેસના 16 કિલોના દરેક બોટલમાંથી એજન્સીના માણસો દોઢથી 2 કિલો ગેસ કાઢી ખાલી બોટલમાં ભરી દેતા અને ફરીથી સિલ પેક કરી વેચાણ કરી દેતા હતા. ત્યારે પોલીસે સ્થળ દરોડા પાડતા રાજ્યના સૌથી મોટા ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ થયો છે.
સ્થળ પરથી પકડાયેલ આરોપી
મહિપાલ ખીચડ, પરમારામ ભાદું, સુનિલ બરડ અને સુરેન્દ્ર નેતારામ ડારા ને ઇજન્સી પરથી રંગે હાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે પિન્કી ગેસ એજંસીના માલીક જયશ્રીબેન આર.ગામીત, એજંસીના માલીક મનોજભાઈ આર.ગામીત, ગોડાઉનનું સંચાલન કરનાર પરેશભાઈ શાંતિલાલ પટેલ સહિત અન્ય વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વેપલો કરી રહેલા એજન્સી માણસો ની અટકાયત કરી હતી. સાથે સાથે 887 જેટલા ખાલી અને ભરેલા નાના મોટા ગેસના ભોટલો, 4 જેટલી ગેસ રિફિલ કરવાની પિન, 2 વજન કાંટા તેમજ એજન્સી ના 9 જેટલા વાહનો મળી 28 લાખથી વધુનો મુવામાંલ જપ્ત કર્યો હતો. ગેરકાયદેશરની ગુનાહીત પ્રવૃતી કરતાં પોલીસ રેડમાં કુલ ચાર આરોપી પોલીસ હાથે પકડાવા સાથે અને જિલ્લા પોલીસ દ્વારા અન્ય 8 ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે