ગુજરાતમાં નશામાં ધૂત સિટી બસના ડ્રાઈવરનું મોટું કારસ્તાન! તમામ સિટી બસની ચાવીઓ લઇને ફરાર

દારૂના નશામાં બબાલ કરી બે ડ્રાઇવરોએ તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ જતા વલસાડ શહેરમાં કલાકો સુધી બસ સેવા ખોરવાઈ હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતમાં નશામાં ધૂત સિટી બસના ડ્રાઈવરનું મોટું કારસ્તાન! તમામ સિટી બસની ચાવીઓ લઇને ફરાર

નિલેશ જોશી/વલસાડ: શહેરમાં ચાલતી સીટી બસ સેવાને દારૂડિયા ડ્રાઇવરોએ બાનમાં લીધી હતી. દારૂના નશામાં બબાલ કરી બે ડ્રાઇવરોએ તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ જતા વલસાડ શહેરમાં કલાકો સુધી બસ સેવા ખોરવાઈ હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની વિગત મુજબ વલસાડ શહેરમાં સીટી બસ સેવા ચાલે છે. કુલ 5 બસો સહેરના જુદા જુદા વિસ્તારોમાં અવરજવર કરે છે. જોકે આ સીટી બસ સેવાના બે ડ્રાઇવરો દારૂના નશામાં ડેપો પર પહોંચ્યા હતા. અને ત્યારબાદ બસના અન્ય બસના ડ્રાઇવર સાથે બબાલ કરી હતી અને અન્ય એક બસ ના ડ્રાઈવર ને માર માર્યો હતો. આથી ડ્રાઇવરોને ફરજ મુક્ત કરવામાં આવતા આ દારૂડિયા ડ્રાઇવર સીટી બસ સેવાની તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ ગયો હતો. આથી ડેપો પર દોડધામ મચી ગઈ હતી. બસની ચાવીઓ ન હોવાથી કલાકો સુધી શહેરમાં  બસ સેવા ખોરવાઈ હતી. 

આખરે આ દારૂડિયા ડ્રાઇવરોની દાદાગીરી અંગે બસ સેવા સંચાલકે પોલીસને રજૂઆત કરી હતી. આથી વલસાડ શહેર પોલીસે પણ આ મામલામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે અત્યારે તો દારૂડિયા ડ્રાઇવરોએ સિટી બસ સેવાને બાનમાં લેતા બસ સેવા ખોરવાયાની આ ઘટના અત્યારે શહેર અને જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news