નેતાઓની બેશરમીથી થાકેલા યુવાનો દ્વારા સ્વયંભુ મતદાન બહિષ્કારનો માહોલ
રાજ્યમાં આજે 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણીમાં 2015 કરતા પણ ઓછું મતદાન થયું હતું. તમામ પક્ષોના જીવ સાંજે તાળવે ચોંટ્યા હતા. મતદાન બપોર સુધી ખુબ જ ઓછું થયું હતું. ઓછા મતદાન પાછળ મુખ્ય કારણ યુવાનોનું નિરસ વલણ છે. કોરોનાની સ્થિતીના કારણે પણ મતદાન ઓછુ થયું હતું. 6 મનપામાં સરેરાશ 41 ટકા જ મતદાન થયું છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં તમામ તહેવારો પણ નિરસ રહ્યા હતા.
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં આજે 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણીમાં 2015 કરતા પણ ઓછું મતદાન થયું હતું. તમામ પક્ષોના જીવ સાંજે તાળવે ચોંટ્યા હતા. મતદાન બપોર સુધી ખુબ જ ઓછું થયું હતું. ઓછા મતદાન પાછળ મુખ્ય કારણ યુવાનોનું નિરસ વલણ છે. કોરોનાની સ્થિતીના કારણે પણ મતદાન ઓછુ થયું હતું. 6 મનપામાં સરેરાશ 41 ટકા જ મતદાન થયું છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં તમામ તહેવારો પણ નિરસ રહ્યા હતા.
બીજી તરફ નેતાઓ બેફામ બનીને માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ નેતાઓ બેફામ બનીને માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા. નાગરિકોમાં છુપો આ કારણે રોષ જોવા મળ્યો હતો. તહેવારોની ઉજવણી કરવા દેવામાં આવતી નથી. નેતાઓ સભાઓ કે રેલીઓમાં બેફામ બનીને ફરી રહ્યા છે. જનતાએ ઓછુ મતદાન કરીને આડકતરો નેતાઓને ઇશારો પણ કર્યો હતો.
છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ મતદાન | |||
મનપા | 2010 | 2015 | 2021 |
અમદાવાદ | 44.12 | 46.51 | 37.81 |
સુરત | 42.33 | 39.93 | 42.72 |
રાજકોટ | 41.06 | 50.4 | 45.74 |
વડોદરા | 44.41 | 48.71 | 42.82 |
જામનગર | 50.35 | 56.77 | 49.64 |
ભાવનગર | 45.25 | 47.49 | 43.66 |
કુલ | 43.68 | 45.81 | 41.38 |
કોંગ્રેસે મેદાન છોડી દીધું છે ને મારી સામે ફોર્મ પણ ભરી શકી નથી: દિનેશ અનાવાડીયા
આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના સતત વધી રહેલા ભઆવના કારણે સામાન્ય જનતાની કમ્મર તોડી નાખી છે. જો કે નેતાઓ બેફામ આ મુદ્દે વાણીવીલાસ કરી રહ્યા હતા. તેમને સાંત્વના આપવાના બદલે નેતાઓનાંવાણીવિલાસથી પણ મતદારો ખુબ જ ખફા જોવા મળ્યા હતા. લગ્ન પ્રસંગમાં પ્રજાને પરેશાન કરનારા નેતાઓ બેશરમ બનીને સભા કરી રહ્યા હતા. જેના કારણે પણ નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. જેના કારણે ખાસ કરીને યુવાનો દ્વારા ખાસ ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હોય તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે