ખેડૂતે લગાવેલ કરંટવાળી વાડથી તેના જ પરિવારના 3 ના મોત, આખા ગામમાં માતમ છવાયો

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક ખેડૂત પરિવારમાં દુર્ઘટના બની હતી... ખેડૂતે પોતાના ખેતરમાં લગાવેલી કાંટાળી તારના વાડમાંથી કરંટ લાગતાં 3નાં મોત, એક પરિવાર ભોગ બન્યો
 

ખેડૂતે લગાવેલ કરંટવાળી વાડથી તેના જ પરિવારના 3 ના મોત, આખા ગામમાં માતમ છવાયો

Tapi News નરેન્દ્ર ભુવેચિત્રા/તાપી : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં રહેતા એક ખેડૂત પરિવાર સાથે દુખદ ઘટના બની છે. એક ખેડૂતે પોતાના ખેતરા પાકને બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરી હતી. જોકે, આ વાડમાં કરંટ લાગતાં ખેડૂતે પોતાના જ પરિવારજનોને ગુમાવ્યા છે. ખેડૂતના પિતા, માતા અને પુત્રના મોત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેતરોમાં ભૂંડ રોકવા માટે વીજકરંટ મૂકવાનો નિર્ણય ક્યારેક ભારે પડી શકે છે. અનેક ખેડૂતો આ વાત જાણતા હોવા છતાં તેઓ કરંટવાળી વાડ લગાવે છે. હાલમાં ખેડૂતોને સૌથી મોટી સમસ્યા હોય તો રખડતા જાનવરોની છે. જે ઉભા પાકોને તહસ નહસ કરી નાંખે છે. ખેતરના ઉભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડતા હોય છે. વાલોડ ગામમાં પણ એક ખેડૂતે ખેતી પાકને બચાવવા માટે ખેતરની ફરતે કરંટ વાળા તારની વાડ કરી હતી. પરંતુ આ જ પ્રયોગનું વિપરિત પરિણામ આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં બની છે. વાલોડમાં ખેતર ફરતે કરેલી કરંટ લાઈનથી કરંટ લાગતા ખેડૂત પરિવારના 3 લોકોના મોત થયા છે. પિતા, પુત્ર અને માતાનું મોત થઈ ગયું છે. એક જ પરિવારના 3 લોકોના કરંટ લાગતા મોત થઈ જતા ગામમાં શોકનો માહોલ છે. 

આ પણ વાંચો : 

એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. ખેડૂતો જંગલી જાનવરોથી મોટાપાયે ખેડૂતોને નુક્સાન પહોંચાડે છે. સરકાર આ કાંટાળા તારની યોજના માટે ખેડૂતોને સબસિડી પણ આપે છે જોકે, વાલોડમાં ખેડૂતે કાંટાળી વાડમાં કરંટ પસાર કર્યો હતો. જેનો ભોગ એક નિર્દોષ પરિવાર બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news