'સમાજના આગેવાનો ક્યાં ઉદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર પહોંચ્યા છો'
અમરેલી પોલીસે પાટીદાર સમાજની નિર્બળ દીકરીની રાત્રે ધરપકડ અને સરઘસ મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિના મોરબીના કાર્યકર નિલેશ એરવાડિયાનું નિવેદન સામે આવ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/અમરેલી: અમરેલી લેટરકાંડ મામલે મામલો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. અમરેલી પોલીસે પાટીદાર સમાજની નિર્બળ દીકરીની રાત્રે ધરપકડ અને સરઘસ કાઢવા મુદ્દે હવે નિલેશ એરવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. અમરેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના મોરબીના કાર્યકર નિલેશ એરવાડિયાએ શબ્દોના બાણથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે.
શું રામ રાજ્યમાં દીકરીને પગે પટ્ટા મારવામાં આવતા હતા કે અપહરણ: નિલેશ એરવાડિયા
અમરેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના મોરબીના કાર્યકર નિલેશ એરવાડિયાએ જણાવ્યું છે કે હર્ષ સંઘવી સાહેબને અને અમરેલી પોલીસને અભિનંદન આપું છું કે અમરેલીમાં કોઈ ખનીજ ચોરી થતી નથી, દારૂબંધી, નશાબંધી થતી નથી કે પછી કોઈ ક્રાઇમ થતું નથી. અમરેલીમાં રામ રાજ્યની સ્થાપના થઇ છે. શું રામ રાજ્યમાં દીકરીને પગે પટ્ટા મારવામાં આવતા હતા કે અપહરણ કરવામાં આવતા હતા. રાત્રે ધરપકડ કરવા વાળી પોલીસ જ હતી કે ભાજપના દલાલો હતા.
સમાજના આગેવાનો ક્યાં ઉદેળી બનીને ફરો છો: નિલેશ એરવાડિયા
નિલેશ એરવાડિયાએ પાટીદાર સંસ્થાઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાઓ જરૂર હોય ત્યારે ઉમિયા માતાજી અને ખોડિયાર માતાજીના રથ લઈને ગામડે ગામડે ફરો છો. આજે પાટીદાર સમાજની દીકરીને જરૂર છે ત્યારે અઢારે વરણ સાથે છે ત્યારે સમાજના આગેવાનો ક્યાં ઉદેળી બનીને ફરો છો. સમાજમાં માતાજીના નામે ફંડ ઉઘરાવો છો. ત્યારે આજે દલાલો બનીને ગાંધીનગર ફાઈલો પાસ કરાવવા માટે પહોંચી ગયા છો.
2015 વાળી પણ અમને કરતા આવડે છે: નિલેશ એરવાડિયા
નિલેશ એરવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ કહેવાય છે તો કેમ એક પણ સંત અહીં આવ્યો નથી, શું ધર્મ મરી ગયો છે? શું સનાતન ધર્મમાં પાટીદાર સમાજની દીકરી નથી આવતી? પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી સરકારને અલ્ટીમેટમ આપું છું કે જો શાંતિ પ્રિય ગાંધી માર્ગે મુકેલી અહિંસાથી માંગણી મૂકી છે. ગાંધી ચીંધ્યા માર્ગની નીતિ તમને ન ફાવતી હોઈ તો ક્રાંતિકારી ભગતસિંહની નીતિ અમને આવડે છે. 2015 વાળી પણ અમને કરતા આવડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે