કોચર દંપતિને બોમ્બે હાઈકોર્ટનો મોટો ઝટકો, જેલમાં રહેવા સાથે આ સુવિધાઓ માટે પણ આપવા પડશે રૂપિયા
loan fraud case: કોચર દંપતિએ સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને વેકેશન પછી નિયમિત બેંચનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો.
Trending Photos
Bombay high court: આઈસીઆઈસીઆઈ બેન્કમાં એક સમે દબદબો ધરાવનાર ચંદા કોચરને બોમ્બે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. લોન છેતરપિંડી કેસમાં ધરપકડ કરાયેલા આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપકને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોચર દંપતિએ સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને વેકેશન પછી નિયમિત બેંચનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ICICI બેંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરનાં પતિ દીપક કોચર અંગેનાં લોન કેસમાં સીબીઆઇ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ સીબીઆઇએ એ સમયે મુંબઇ અને ઓરંગાબાદમાં વીડિયોકોનની હેડ ઓફીસ પર દરોડા પણ પાડ્યા હતા. આ સમગ્ર મુદ્દે ચંદા કોચર વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇએ આ ફરિયાદ વેણુગોપાલ ધુતનાં વીડિયોકોન ગ્રુપ અને દીપક કોચરની કંપની નૂપાવરની વિરુદ્ધ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયાની સાથે જ સીબીઆઇની ટીમે કુલ 4 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નરીમન પોઇન્ટ ખાતેની વીડિયોકોનની ઓફીસ અને નૂપાવરની ઓફીસમાં સીબીઆઇ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
સીબીઆઈએ સોમવારે આ કેસમાં વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરી હતી. કોચર દંપતી અને ધૂતને 28 ડિસેમ્બર સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કોચર દંપતીના વકીલે દલીલ કરી હતી કે, સીબીઆઈએ તેમની ધરપકડ પહેલા કાયદા હેઠળ જરૂરી કોઈ મંજૂરી લીધી નથી. હાઈકોર્ટે તેમને પૂછપરછ પૂરી ન થાય ત્યાં સુધી દરરોજ એક કલાક માટે તેમના વકીલોની મદદ લેવાની છૂટ આપી હતી. કોર્ટે કહ્યું કે, જો જરૂર પડશે તો સીબીઆઈ ધૂતને ઈન્સ્યુલિન લેવામાં મદદ કરવા માટે એક અટેન્ડન્ટને પણ મંજૂરી આપશે. કોચર અને ધૂતને પોતાના ખર્ચે ખુરશી, ખાસ પલંગ, ગાદલું, ઓશીકું, ટુવાલ, ધાબળો અને ચાદરનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણેયને ઘરનું ભોજન પણ મળી શકશે.
ચંદા કોચરે પોતાનાં પતિની કંપની માટે વેણુગોપાલ ધુતને લાભ પહોંચાડ્યો હતો. વર્ષ 2018માં એવો ખુલાસો થયા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઇએ પહેલા ફેબ્રુઆરી, 2018માં આ મુદ્દે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી. ત્યાર બાદ તેઓ તપાસ એજન્સીએ ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. વીડિયોકોન લોન મુદ્દે ચંદા કોચરની ભુમિકા પર પણ સવાલ ઉઠ્યા છે, એવામાં ફરિયાદ નોંધાવા છતા તેમનાં તથા પરિવારની મુશ્કેલી વધી શકે છે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે