કરણી સેનાએ નિત્યાનંદના આશ્રમમાં પહોંચીને કર્યો સવાલ, ‘ક્યાં છે અમારી બહેન...?’
અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. જ્યારે આજે કરણી સેના (Karni Sena)ની ફોજ હાથીજણમાં આવેલા આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આશ્રમના સત્તાધીશોને સવાલ કર્યો હતો કે, ક્યાં છે અમારી બહેન, અમારી દીકરી નંદિતાને પાછી આપો...
Trending Photos
અમદાવાદ :અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. જ્યારે આજે કરણી સેના (Karni Sena)ની ફોજ હાથીજણમાં આવેલા આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આશ્રમના સત્તાધીશોને સવાલ કર્યો હતો કે, ક્યાં છે અમારી બહેન, અમારી દીકરી નંદિતાને પાછી આપો...
કરણી સેનાના કાર્યકર્તાઓએ આશ્રમના સત્તાધીશોને સવાલો કર્યા હતા. તો બીજી તરફ આશ્રમમાંથી કરણી સેનાને કોઈ જ પ્રકારનો જવાબ મળ્યો ન હતો. ત્યારે કરણી સેનાના કાર્યકર્તાઓએ આશ્રમ બહાર મોરચો માંડ્યો હતો. કરણી સેનાના કાર્યકર્તાઓ આશ્રમમાં ઘૂસી ગયા હતા, અને આખા ઓપરેશનમાં યુવતીને શોધી હતી. જેને પગલે પોલીસની ફોજ આશ્રમ પહોંચી ગઈ હતી. બાદમાં કરણી સેનાના કાર્યકર્તાઓને સમજાવીને બહાર કાઢવામા આવ્યા હતા. તો બીજી તરફ, આશ્રમમાં રહેતા સાધુ-સંતોએ પણ કરણી સેના કે મીડિયાને કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવ્યા હતા. નિત્યાનંદ વિવાદ મામલે પુત્રીને મળવા ન દેતા હોવાનો આક્ષેપ કરતા માતા-પિતા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. હાથીજણ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. જેને પગલે યુવતીનો પરિવાર અને સ્વામી પોલીસ સ્ટેશનમાં હાજર જ્યારે કર્ણી સેના નિત્યાનંદના હાથીજણ સ્થિત અશ્રમ પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવે તેવી માગ સાથે માતા પિતાના વકીલે પોલીસ સમક્ષ રજૂઆત કરી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે