J&K : PAKને ભારે પડ્યું ભારતીય જવાનો પર ગોળીઓ છોડવાનું, ભારતે ધોળે દિવસે દેખાડ્યા તારા

પાકિસ્તાન પોતાની હરકતોથી હંમેશા વિવાદ ઉભો કરે છે અને હવે એણે ફરીવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે

J&K : PAKને ભારે પડ્યું ભારતીય જવાનો પર ગોળીઓ છોડવાનું, ભારતે ધોળે દિવસે દેખાડ્યા તારા

શ્રીનગર : પાકિસ્તાન (Pakistan) પોતાની હરકતોથી હંમેશા વિવાદ ઉભો કરે છે. હવે એણે ફરી એકવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન (Ceasefire violation) કર્યું છે. આ વખતે પાકિસ્તાને પુંછ (Poonch)ના શાહપોર કેરની વિસ્તારમાં ગોળીબાર કર્યો છે. પાકિસ્તાને શહેરી અને આર્મીના વિસ્તારો પર એટેક કર્યો છે. ભારતીય સેના (Indian Army)એ હવે પાકિસ્તાનની હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. 

જમ્મુ એન્ડ કાશ્મીર (Jammu And Kashmir)ને વિશેષ દરજ્જો આપનાર સંવિધાનની કલમ 370ના દિવસે 5 ઓગસ્ટના દિવસે નાબૂદ કર્યા પછી એલઓસી પર પાકિસ્તાની સેનાની કાર્યવાહી સતત વધી રહી છે. ભારતીય સેનાએ આ વિશે કડક પગલાં લીધા છે અને આ વિશે સરકારને રિપોર્ટ આપ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને ભારતીય સીમા પર શસ્ત્રોનો ખડકલો કરવાનું શરૂ કરી દીધું છે. આ મામલે ભારત પર કડક વલણ અપનાવ્યું છે. 

રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની સેનાએ એલઓસી પર પોતાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના લગભગ 2,000 કર્મીઓને તહેનાત કરી દીધા છે. પાકિસ્તાને એલઓસી પર 1,13,000 ભારતીય સૈનિકોના જવાબમાં પોતાના 90,000 સૈનિક તહેનાત કરી દીધા છે. 

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news