સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક એમ્ટરડેમની હોટલમાંથી ચોરાઈ, નવી બાઈક ખરીદી સફર ચાલુ રાખી

સુરતની ત્રણ બાઈકિંગ ક્વીન સમગ્ર દેશમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ 25 દેશોની સફરે નીકળેલી સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક ચોરાઈ છે. નેધરલેન્ડની હોટલના પાર્કિંગમાં આ ઘટના બની હતી. 
સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક એમ્ટરડેમની હોટલમાંથી ચોરાઈ, નવી બાઈક ખરીદી સફર ચાલુ રાખી

તેજશ મોદી/સુરત :સુરતની ત્રણ બાઈકિંગ ક્વીન સમગ્ર દેશમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ 25 દેશોની સફરે નીકળેલી સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક ચોરાઈ છે. નેધરલેન્ડની હોટલના પાર્કિંગમાં આ ઘટના બની હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની ત્રણ મહિલા બાઈકર્સ સુરતથી 25 દેશોની સફરે નીકળી છે. સારિકા પટેલ, રુતાલી પટેલ અને જીનલ શાહ નામની ત્રણ મહિલાઓ બાઈક પર આ પ્રવાસે નીકળી છે. આ ટીમ લખનૌથી લંડન સુધીની બાઈક યાત્રા પર હતી. નેધરલેન્ડના એમ્ટરડેમમાં બાઈકિંગ ક્વીન્સની બે બાઈક ચોરાઈ છે. એમ્ટરડેમની એક હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન બંનેની બાઈક ચોરાઈ હતી. મહિલા બાઈકર્સે મદદ માટો સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી. જોકે, બંને નવી બાઈક ખરીદીને યાત્રા ચાલુ રાખવાની છે. હાલ ટીમે સમયસર લંડન પહોંચવા માટે ટીમે તૈયારી કરી છે.

https://lh3.googleusercontent.com/-72QXoZAGvC8/XVDh1aeYA6I/AAAAAAAAInI/Uk9A9EDUsWUdW7QOajl48kLwvFrEhZihACK8BGAs/s0/Surat_biking_queens2.JPG

ઉલ્લેખનીય છે કે, અગાઉ ટીમના ત્રીજા સભ્ય જિનલ શાહનો પાસપોર્ટ ચોરાયો હતો. રશિયામાં જિનલ શાહનો પાસપોર્ટ સહિતના દસ્તાવેજ ચોરાયા હતા, જેને કારણે જિનલ શાહને સુરત પરત ફરવુ પડ્યું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news