પી ચિદમ્બરમનું વિવાદિત નિવેદન, 'જો કાશ્મીરમાં હિન્દુ બહુમતી હોત તો BJPએ કલમ 370 ન હટાવી હોત'
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદીને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે.
Trending Photos
ચેન્નાઈ: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદીને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. પી. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે "જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાનો વધુ છે આથી કેન્દ્ર સરકારે ત્યાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવી છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં બોલતા ચિદમ્બરમે કહ્યું કે જો જમ્મુ અને કાશ્મીર હિન્દુ બહુમતીવાળુ રાજ્ય હોત તો ભાજપ આ રાજ્યના વિશેષ દરજ્જાને પાછો ન ખેંચત. પરંતુ કારણ કે કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી છે આથી કલમ 370ની મોટા ભાગની જોગવાઈ રદ કરી નાખી."
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવી દીધી છે. સરકારે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી આ અંગેનું પુન:ગઠન બિલ પાસ કરાવી લીધુ છે અને જમ્મુ કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યને વહેંચી દીધુ છે.
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કલમ 370 હટાવવાના નિર્ણય પર રવિવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખનો વિકાસ થશે. અહીંના નેતાઓ પોતાના લોકોને ખોટા સપના બતાવતા હતાં, ક્યારેક આઝાદીનું, ક્યારેક સ્વરાજ્યનું, ક્યારેક પાકિસ્તાનનું અને તેમને ખોટા સપનામાં રાખતા હતાં. પહેલા અહીં ભ્રષ્ટાચાર હતો, અહીંના નેતાઓના દિલ્હી, મુંબઈ, લંડન, દુબઈમાં મકાનો છે. ગરીબ માણસને કેટલાક નેતાઓ આર્ટિકલ 370 બતાવી રાખી હતી બસ. મેં રાજ્યમાં 52 ડિગ્રી કોલેજ આપી. પોલીસ, એસપીઓની ભરતી કરાવી રહ્યાં છીએ. સરકારમાં જેટલી જગ્યાઓ ખાલી છે તે તમામ પદો પર નોકરીના આદેશ મુખ્ય સચિવને અપાયા છે. જેથી કરીને જમ્મુ કાશ્મીરના યુવાઓને નોકરી મળે.
Former Union Minister & Congress leader P Chidambaram in Chennai: Had there been a Hindu majority in Kashmir, BJP wouldn't have touched it (Article 370), but because there is a Muslim majority in Kashmir, they abrogated it. (11.8.19) pic.twitter.com/CWpKgRMg0C
— ANI (@ANI) August 12, 2019
જમ્મુ કાશ્મીરનાં બે રાજકીય પરિવારો પર રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, કેન્દ્ર સરકારને પત્ર લખી તેમની બિનકાયદેસર સંપત્તિઓની તપાસ કરાવવાની માંગ કરીશ. કેન્દ્રીય એજન્સીઓ જો તપાસ કરશે તો જેલ જશે. બીજી તરફ મહેબુબા મુફ્તી પર સત્યપાલ મલિકે કહ્યું કે, કલમ 370 હટવાની વિરુદ્ધ રાજ્યમાં મહેબુબા મુફ્તીએ પ્રોપગેંડા ફેલાવ્યો. લોકો ધીરે ધીરે નિર્ણયનો સ્પષ્ટ અર્થ સમજી રહ્યા છે. આર્ટિકલ 370 હટવી એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિકાસની રાહ છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ પ્રદર્શન નથી થયું, કોઇ પણ ગોળી નથી ચાલી. એટલુ જ નહી કોઇ ટિયરગેસના શેલ નથી છોડવામાં આવ્યા. તેમણે રાજ્યનાં યુવાનોને અપીલ કરતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં યુવા રાજનીતિમાં આગળ આવે અને પોતાનાં રાજ્યને આગળ વધારે.
જુઓ LIVE TV
તેમણે પાકિસ્તાનને પણ ચેતવણી આપી છે. Zee News સાથે એક્સક્લુસિવ વાતચીતમાં સત્યપાલ મલિકે કહ્યું કે, જો પાકિસ્તાને કોઇ આછકલાઇ કરી દીધો તો આ વખતે અમે ખુબ જ અંદર મળીશું. બોર્ડર પર નહી મળીએ. તેમણે કહ્યું કે, અમારી એટલી તૈયારી છે કે અમે પાકિસ્તાનને સીમા પર કોઇ ગોટાળો નહી કરવા દઇએ. જો પાકિસ્તાને પ્રયાસ કર્યો તો આ વખતે અંદર સુધી ઘુસી જઇશું. તેમણે કહ્યું કે, સંબંધો અને વ્યાપાર ખતમ કરવાથી અમારું કંઇ નહી બગડે, તે પાકિસ્તાનનાં જ પક્ષમાં નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે