આ મૂર્તિની ખાલી સુરતમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં બોલબાલા! માત્ર 30 મિનિટમાં જ બાપાનું વિસર્જન!
સુરતમાં આ વખતે સો ટકા માટીથી તૈયાર ગણેશજીની પ્રતિમાની ડિમાન્ડ વધી છે. આ પ્રતિમા અન્ય પ્રતિમાઓ જેમ નથી કારણ કે આ પ્રતિમાને બંગાળના ગંગાઘાટથી લાવેલી માટીથી તૈયાર કરવામાં આવી છે. જેમાં એક ટકા પણ પીઓપી કે અન્ય માટી કેમિકલ નથી.
Trending Photos
ચેતન પટેલ/પટેલ: ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બપ્પા ભક્તો તેમના આગમનને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. સુરતમાં આ વખતે સો ટકા માટીથી તૈયાર ગણેશજીની પ્રતિમાની ડિમાન્ડ વધી છે. આ પ્રતિમા અન્ય પ્રતિમાઓ જેમ નથી કારણ કે આ પ્રતિમાને બંગાળના ગંગાઘાટથી લાવેલી માટીથી તૈયાર કરવામાં આવી છે. જેમાં એક ટકા પણ પીઓપી કે અન્ય માટી કેમિકલ નથી. માત્ર 30 મિનિટમાં આ પાણીમાં પણ પીગળી જાય છે.
આમ તો બજારમાં અલગ અલગ પ્રકારની ઇકોફ્રેન્ડલી પ્રતિમા હોય છે પરંતુ અનેક વાર તેમાં પીઓપી પણ મિશ્રિત કરવામાં આવે છે. પરંતુ આ વખતે સુરતમાં પ્યોર સો ટકા માટી થી તૈયાર ગણેશજીની પ્રતિમાઓની ડિમાન્ડ સૌથી વધારે છે અને આ માટીથી તૈયાર પ્રતિમા પવિત્ર આ માટે પણ છે કારણ કે આ ગંગા ઘાટની માટીથી બનાવવામાં આવી છે. ગણેશજીની સુંદર પ્રતિમા જોઈ કોઈને લાગશે નહીં કે આ પ્રતિમા શુદ્ધ માટીથી તૈયાર કરવામાં આવી છે. જેની ફિનિશિંગ ખૂબ જ સારી લાગે છે. જે અન્ય માટીથી તૈયાર થઈ શકે તે શક્ય નથી. આ પ્રતિમા બનાવવા માટે ખાસ સુરતથી હજારો કિલોમીટર દૂર કલકત્તાથી માટીમાં મંગાવવામાં આવે છે અને એ પણ કોઈ સામાન્ય માટી નથી, પરંતુ ગંગા બેઝિન એટલે હાવરા ગંગાઘાટ ત્યાંથી આવે છે. આ ખૂબ જ ચીકણી માટી હોય છે. જેના કારણે તેના બાઇન્ડીંગ ખૂબ જ મજબૂત હોય છે.
જો એક વખત તે સોલિડ ફોર્મમાં આવી જાય તેની બાઈન્ડીંગ ખૂબ જ મજબૂત થઈ જાય છે. મૂર્તિ અંદરથી હલકી છે. આ બીબામાં બનાવવામાં આવે છે. બે બીબાને જોડીને તેને એક્સપર્ટ કારીગરો વડે એને ફિનિશિંગ અપાય છે. આ વખતે ખાસ બંગાળથી આ પ્રતિમા બનાવવા માટે ત્રણ ટ્રક ભરીને માટી લાવવામાં આવી હતી. સામાન્ય રીતે જો કોઈ પણ માટીથી પ્રતિમા તૈયાર કરવામાં આવે તો તેમની અંદર તિરાડ પડી જાય છે જેથી તેમાં કોઈ કેમિકલ અથવા તો પીઓપી મિક્સ કરવું પડતું હોય છે પરંતુ ખાસ આ ગંગાઘાટથી આવેલી ચીકણી માટી જ્યારે ઠોસ થઈ જાય છે ત્યારે તેમાં તિરાડ પડતી નથી અને તેનાથી તૈયાર પ્રતિમા ખૂબ જ સુંદર લાગે છે.
આ પ્રતિમા ને બનાવવા બાદ અલગ અલગ ડેકોરેશન પણ કરવામાં આવે છે. એટલું જ નહીં જે પણ પ્રતિમા ખરીદે છે તેમને મની પ્લાન્ટના છોડ પણ આપવામાં આવે છે જેથી વિસર્જન કર્યા બાદ તેઓ ગંગા માટીની અંદર છોડ વાવી શકે.18 ઇંચની નીચેની તમામ મૂર્તિઓ માત્ર 30 મિનિટની અંદર સંપૂર્ણ રીતે પાણીમાં વિલીન થઈ જશે. આજ કારણ છે કે લોકો તરફથી જોરદાર પ્રતિસાદ પણ મળી રહ્યો છે. મૂર્તિ સાથે બે મનીપ્લાન્ટ આપવામાં આવે છે. સાથે એક કુંડું પણ આપવામાં આવે છે. ઘણા કસ્ટમર એવા છે જે સાત વર્ષથી લઈ જાય છે અને આજે પણ તેમના ઘરે હજી પણ મની પ્લાન્ટ ઉગે છે જે ભગવાનના આશીર્વાદ રૂપે આગળ વધે છે.. એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધીની પ્રતિમાઓ બનાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે