Kitchen Tips: વરસાદી વાતાવરણમાં ખાંડમાં મુકો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, ભેજ નહીં લાગે અને ખાંડ ઓગળશે પણ નહીં

Kitchen Tips: વરસાદી વાતાવરણમાં ખાંડ સાચવવામાં જરા પણ બેદરકારી રહી જાય તો તેમાં ભેજ લાગી જાય છે. ભેજ લાગી જવાના કારણે ખાંડમાં ગઠ્ઠા થઈ જાય છે અને ખાંડ ઓગળવા લાગે છે. જો તમારા ઘરે પણ ખાંડમાં ભેજ લાગી ગયો છે તો તેને તમે આ 5 વસ્તુની મદદથી ઠીક કરી શકો છો.

Kitchen Tips: વરસાદી વાતાવરણમાં ખાંડમાં મુકો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, ભેજ નહીં લાગે અને ખાંડ ઓગળશે પણ નહીં

Kitchen Tips: ખાંડનો ઉપયોગ રોજ અલગ અલગ રીતે થતો હોય છે. તેથી ઘરમાં હંમેશા ખાંડને વધારે માત્રામાં લઈને સ્ટોર કરવામાં આવે છે. આમ તો ખાંડને સ્ટોર કરવામાં કોઈ સમસ્યા થતી નથી પરંતુ ચોમાસા દરમિયાન જો થોડી પણ બેદરકારી રહી જાય તો ખાંડમાં ભેજ લાગી જાય છે. ખાંડમાં ભેજ લાગી જાય તો તેને સાચવવી મુશ્કેલ થઈ જાય છે અને તે ઝડપથી ઓગળવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ખાંડમાંથી ભેજને દૂર કેવી રીતે કરવો તેના વિશે લોકોને જાણકારી નથી હોતી. આજે તમને 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેની મદદથી ખાંડમાં લાગેલો ભેજ સરળતાથી દૂર થઈ જાય છે અને ખાંડની બરબાદી અટકે છે. 

ખાંડનો ભેજ દૂર કરવાની ટ્રિક્સ 

લીમડાના પાન 

કડવા લીમડાના થોડા પાનને સુકવી લેવા જોઈએ. લીમડાના આ સુકાયેલા પાનને ખાંડના ડબ્બામાં રાખી દેવા. લીમડાના સુકા પાન ભેજને અવશોષિત કરી લેશે. લીમડો પ્રાકૃતિક શોષક છે. એટલે જ અલગ અલગ વસ્તુઓને સ્ટોર કરવાની હોય તો તેમાં લીમડાના સૂકા પાનને રાખવામાં આવે છે જેથી વસ્તુઓમાં ભેજ ન લાગે. દર 10 દિવસે લીમડાના પાન બદલી દેવા. તેનાથી ખાંડમાં લાગેલો ભેજ ઝડપથી દૂર થઈ જશે. 

લીંબુ અને સંતરાની છાલ 

લીંબુ અને સંતરાની છાલને કચરો સમજીને ફેંકવાને બદલે તેને તડકામાં સૂકવી સ્ટોર કરી લેવી જોઈએ. સ્ટોર કરેલી આ છાલ ખાંડનો ભેજ દૂર કરવામાં ખૂબ જ કામ આવે છે. લીંબુ અને સંતરાની સુકાયેલી છાલ ખાંડમાં રાખશો તો ભેજ પણ દૂર થઈ જશે અને તેની સુગંધથી કીડી પણ ખાંડમાં ચઢશે નહીં. છાલના થોડા ટુકડા ભેજવાળી ખાંડ ઉપર રાખી દેવા જ્યારે તેની સુગંધ ખતમ થઈ જાય તો ટુકડાને બદલી લેવા. 

ચારકોલ 

ચારકોલ પણ ઝડપથી ભેજ શોષી લે છે. ખાવા પીવાની વસ્તુઓ માટે ફૂડ ગ્રેડ એક્ટિવ ચારકોલનો ઉપયોગ કરી શકાય છે. આ ચારકોલ સરળતાથી માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. ફૂડ ગ્રેડ એક્ટિવ ચારકોલનો એક ટુકડો ખાંડ ઉપર રાખી દો. તેનાથી ખાંડમાં ભેજ ક્યારેય નહીં લાગે. 

ચોખા 

ખાંડને ટ્રાય કરવા માટે ચોખા સૌથી લોકપ્રિય ઉપાય છે. ખાંડમાં લાગેલો ભેજ દૂર કરવો હોય તો કોટનના કપડામાં ચોખા રાખી તેની પોટલી બાંધીને ખાંડના ડબ્બામાં રાખી દો. આ પોટલીને 20 દિવસ સુધી રાખી શકાય છે પછી નવી પોટલી રાખી દેવી. 

મીઠું 

આમ તો ચોમાસામાં મીઠામાં પણ ભેજ લાગી જતો હોય છે પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરો તો તે ખાંડનો ભેજ દૂર કરી શકે છે. તેના માટે એક કપડામાં અથવા તો કોઈ બેગમાં મીઠું ભરો અને તેને ખાંડના ડબ્બામાં રાખી દો. જ્યારે મીઠું ભેજવાળું થઈ જાય તો તેને બદલી દો. ખાંડનો ભેજ મીઠું શોષવા લાગશે બે થી ત્રણ વખત મીઠું બદલશો તો અનુભવશો કે ખાંડ કોરી થઈ ગઈ છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news