Jio એ પૂરા કર્યા 8 વર્ષ, 10 સપ્ટેમ્બર સુધી સસ્તામાં રિચાર્જની તક! ફટાફટ ચેક કરો આ શાનદાર ઓફર
જિયોએ 8 વર્ષ પૂરા થયાના અવસરે યૂઝર્સને સસ્તા રિચાર્જની ભેટ આપી છે. જે હેઠળ યૂઝર્સને રિચાર્જ પર શાનદાર ઓફર અપાઈ રહી છે. આ ઓફર દેશભરમાં 10 સપ્ટે્બર સુધી લાગૂ રહેશે. જેનો કોઈ પણ જિયો યૂઝર ફાયદો ઉઠાવી શકે છે.
Trending Photos
જિયોના ભારતમાં 8 વર્ષ પૂરા થઈ ગયા છે. આ અવસરે જિયો તરફથી એક સ્પેશિયલ ઓફર રજૂ કરાઈ છે. આ ઓફર સિલેક્ટ રિચાર્જ પ્લાન પર આપવામાં આવી રહી છે. આ ઓફરની મજા જિયો યૂઝર્સ 5 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી ઉઠાવી શકશે. જે રિચાર્જ પ્લાન પર ઓફર અપાઈ રહી છે તેમાં 899 રૂપિયા, 999 રૂપિયા અને 3599 રૂપિયાવાળા પ્લાન સામેલ છે.
જિયો 899 પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને રોજનો 2 જીબી ડેટા મળશે. તેની વેલિડિટી 90 દિવસની એટલે કે 3 મહિનાની છે. તેમાં અનલિમિટેડ કોલ અને રોજના 100 એસએમએસ મળે છે. આ પ્લાનથી તમને 20GB વધારાનો ડેટા અને અનલિમિટેડ 5જી ડેટા પણ મળશે.
જિયો 999 પ્લાન
આ પ્લાનમાં 98 દિવસની વેલિડિટી મળી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને રોજનો 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં પણ તમને રોજ 100 SMS મળશે. જેમાં રોજનો 2GB ડેટા પણ મળે છે. જે 98 દિવસ સુધી ચાલશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ 5જી ડેટા પણ મળશે.
જિયો 3599 પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને ડેઈલી 2.5 જીબી ડેટા આપવામાં આવશે. આ એક એન્યુઅલ પ્લાન છે જેમાં 365 દિવસની વેલિડિટી મળશે. જેમાં તમને અનલિમિટેડ કોલ અને રોજના 100 SMS મળશે. તેમાં રોજનો 2.5GB પણ મળે છે. જે 356 દિવસ સુધી ચાલશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ 5જી ડેટા પણ મળશે.
મળશે આ ફ્રી ઓફર
આ ત્રણેય પ્લાનના રિચાર્જ પર 28 દિવસ માટે તમને 10 ઓટીટી એપ્સનું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ 10 જીબી ફ્રી ડેટા ઓફર કરાયો છે. જેની કિંમત 175 રૂપિયા થાય છે. આ સિવાય 3 મહિના માટે ઝોમેટોની ગોલ્ડ મેમ્બરશીપ આપવામાં આવી રહી છે. આ સાથે જ 500 રૂપિયાના AJIO વાઉચર અપાઈ રહ્યા છે. પરંતુ આના માટે તમારે 2999 રૂપિયા કે તેનાથી વધુનું શોપિંગ કરવું પડશે. જિયોનો દાવો છે કે આ ત્રણેય રિચાર્જ પર ગ્રાહકોને લગભગ 700 રૂપિયાના ફ્રી બેનિફિટ્સ મળશે.
8 વર્ષમાં બન્યું માર્કેટ લીડર
જિયોના 8 વર્ષ બાદ 49 કરોડ યૂઝર્સ થઈ ચૂક્યા છે. આ દરમિયાન જિયો વાયરલેસ અને વાયરલાઈન બંને સેક્ટરમાં માર્કેટ લીડર બની ગયું છે. જિયોના લગભગ 13 કરોડ 5જી યૂઝર્સ છે. જિયોએ દુનિયાનું સૌથી મોટું અને સૌથી તેજ સ્ટેન્ડ અલોન 5જી નેટવર્ક રોલઆઉટ કર્યું છે. દેશમાં જેટલા પણ 5જી બીટીએસ લાગ્યા છે તેમાંથી 85 ટકાથી વધુ જિયોના છે.
ચીન રહી ગયું પાછળ
જિયોએ ડેટા વપરાશના મામલે ચીનને પાછળ છોડીને એક રેકોર્ડ બનાવ્યો છે. જિયો નેટવર્ક પર દુનિયાનો સૌથી વધુ ડેટા વપરાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે