સુરતનું યુવાધન ડ્રગ્સના રવાડે! મોંઘીદાટ કાર લઈને પાર્ટી કરવા જતી 3 યુવતી સહિત 7 જણા ઝડપાયા

સુરતમાં યુવા ધન નશાના રવાડે ચડી ગયું છે. ખાસ કરીને યુવકોની સાથે હવે યુવતી પણ વધુ પ્રમાણમાં ડ્રગ્સ નરવાડે ચડી રહી છે. ભેસ્તાન પોલીસે સાત જણાની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. તે પૈકી ત્રણ તો યુવતીઓનો સમાવેશ છે. યુવક યુવતીઓ જન્મદિવસની પાર્ટી કરવા મોંઘીદાર થાર અને સ્કોર્પીયો કારમાં દમણ જવા નીકળ્યા હતા.

સુરતનું યુવાધન ડ્રગ્સના રવાડે! મોંઘીદાટ કાર લઈને પાર્ટી કરવા જતી 3 યુવતી સહિત 7 જણા ઝડપાયા

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં જન્મદિવસની પાર્ટી કરવા દમણ જતી 3 યુવતીઓ સહિત 7 જણાને ભેસ્તાન પોલીસે એમડી ડ્રગ્સ સાથે પકડી પાડયા છે. રૂપિયા 36600ની કિંમતના 3.66 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પાર્ટી કરવા ભેસ્તાન ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા. સાતેય જણા થાર અને સ્કોર્પીયો કારમાં દમણ જવા નીકળ્યા હતા. 

સુરતમાં યુવા ધન નશાના રવાડે ચડી ગયું છે. ખાસ કરીને યુવકોની સાથે હવે યુવતી પણ વધુ પ્રમાણમાં ડ્રગ્સ નરવાડે ચડી રહી છે. ભેસ્તાન પોલીસે સાત જણાની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. તે પૈકી ત્રણ તો યુવતીઓનો સમાવેશ છે. યુવક યુવતીઓ જન્મદિવસની પાર્ટી કરવા મોંઘીદાર થાર અને સ્કોર્પીયો કારમાં દમણ જવા નીકળ્યા હતા. ભેસ્તાન પોલીસે બાતમીના આધારે ભેસ્તાન ચાર રસ્તા પાસે જ આ બંને કારોને અટકાવી હતી. કારની સાથે યુવકોની જડતી લેતા તેઓની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યા હતા. પોલીસે બે કારો, 6 મોબાઈલ, રોકડ સહિત 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

પકડાયેલા આરોપીઓના નામ

  • 1. અભય જનાર્દન યાદવ ઉંમર 27
  • 2. મુસ્કાન અકીલ અંસારી ઉંમર 25
  • 3.ખુશી રાજીત પાંડે ઉંમર 20
  • 4. અરમાન ઉર્ફે ચોટલી અખ્તર પઠાણ ઉંમર 28
  • 5. રૂબી અજય વિશ્વકર્મા ઉંમર 21
  • 6. અસ્ફાક નજરખાન ઉંમર 27
  • 7. મોહંમદ જુનેદ અલ્તાફ હુસેન કડીયા ઉંમર 29

ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! અંબાલાલની આગાહી

પોલીસે જણાવ્યું કે મોહંમદ જુનેદ અને અભય યાદવ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું હતું. જેમાં મોહંમદ જુનેદને કાલુ વ્હોરાજીએ અને અભય યાદવને સમીરે ડ્રગ્સ આપ્યું હતું. પોલીસે કાલુ વ્હોરાજી અને સમીરને વોન્ટેડ જાહેર કર્યો છે. જેમાં આરોપી અભય યાદવની સ્કોર્પીયો અને થાર ગાડી મુસ્કાન અંસારીની છે. આરોપી સમીરે અઠવાગેટ બ્રિજ પાસેથી MD ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો.અન્ય આરોપી કાલુ વ્હોરાજી ઉધના દરવાજા પાસે MD ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. યુવકો એમડી ડ્રગ્સનો જથ્થો લઈ દમન ખાતે પાર્ટી કરવા રવાના થઈ રહ્યા હતા. 

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સ નાં વેપાર પર કાબૂ મેળવી પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી રહી છે, પરંતુ શહેરમાં દિન પ્રતિદિન એમડી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને 20 થી 30 વર્ષની ઉંમરના યુવક યુવતીઓમાં ડ્રગ્સનું વ્યસન વધુ જોવા મળી રહ્યું છે. જે વાલી અને સમાજ માટે ખૂબ જ ગંભીર વાત કહી શકાય છે. હાલ પોલીસે 20થી 30 વર્ષની વચ્ચેનાં યુવક યુવતીઓને એમડી ડ્રગ્સ જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news