Fruits: ઠંડીમાં આ 5 ફળ ખાવા નહીં, ખાતા હોય તો તુરંત બંધ કરજો, નહીં તો બીમારીનું ઘર બની જાશે શરીર
Fruits to avoid in winter: શિયાળાના વાતાવરણમાં ઠંડીથી બચવા ગરમ કપડા પહેરવા પડે છે. પરંતુ તેની સાથે જ આ ઋતુમાં માંદગીથી બચવા માટે ખાવાપીવામાં કેટલાક ફેરફાર કરવા પડે છે. ખાસ કરીને ઠંડીના વાતાવારણમાં કેટલાક ફળ ખાવાથી શરીર પર ખરાબ અસર થાય છે. આ ફળની તાસીર ઠંડી હોય છે જે શિયાળામાં તમને બીમાર કરી શકે છે.
તરબૂચ
તરબૂચ ગરમીમાં ખાવાથી ફાયદો કરે છે પરંતુ શિયાળામાં ખાશો તો બીમાર પડશો. શિયાળામાં તરબૂચ ખાવાથી શરદી, ઉધરસ થઈ શકે છે.
સંતરા
સંતરા વિટામિન સીનો બેસ્ટ સોર્સ છે. પણ શિયાળામાં રોજ સંતરા ખાશો તો ગળાની તકલીફ થઈ જશે. ખાસ તો જો તમને શરદી હોય તો સંતરા ખાવાનું ટાળવું.
અનાનાસ
અનાનાસમાં બ્રોમલેન હોય છે આ ફળ શરીરની ઈમ્યૂનિટી નબળી કરી શકે છે. તેથી શિયાળામાં તેને ખાવું નહીં.
પપૈયું
પપૈયું પાચન સુધારે છે પરંતુ શિયાળામાં તે તબિયત ખરાબ કરી શકે છે. પપૈયું શરીરને વધારે ઠંડું કરે છે જે શરીર માટે સારું નથી.
દ્રાક્ષ
દ્રાક્ષ શિયાળઆમાં ખાવાથી ઉધરસ, શરદી વધી જાય છે. દ્રાક્ષ મર્યાદિત માત્રામાં જ ખાવી. જો શરદી, ઉધરસ હોય તો દ્રાક્ષ ખાવી જ નહીં.
Trending Photos