હવે હદ થાય છે! 'તુ મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’ કહી વિધર્મી ચપ્પુ લઈ યુવતીને મારવા દોડ્યો!

20 વર્ષીય યુવતીએ નજીકમાં ચાની લારી આવેલી છે ત્યાં માનેલા ભાઈને સમગ્ર ઘટનાની વાત કરી હતી. આથી તેણે યુવતીને બાઇક પર બેસાડી વિધર્મી યુવક પાસે લઈ ગયો હતો.

હવે હદ થાય છે! 'તુ મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’ કહી વિધર્મી ચપ્પુ લઈ યુવતીને મારવા દોડ્યો!

ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં હવે દિવસેને દિવસે મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ત્યારે સુરતના ઉધના રણછોડ નગર ચાર રસ્તા પાસે ભાઠેનામાં 20 વર્ષીય હિંદુ યુવતીને ભરબપોરે રસ્તા વચ્ચે આંતરીને તમાચો મારી વિધર્મી યુવક ચપ્પુ લઈ યુવતીને મારવા દોડ્યો હતો. એટલું જ નહીં, ભરબજારમાં 'તુ મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’ કહીને હાથ પણ પકડ્યો હતો. જે સંદર્ભે યુવતીએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે મોહસીન નિહાલ શેખ સહિત બે સામે છેડતી, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના રણછોડ નગર ચાર રસ્તા પાસેથી 20 વર્ષીય યુવતી નોકરી પરથી પરત ઘરે જતી હતી તે વખતે સાંજે વિધર્મીએ બાઇક પર તેના એક મિત્ર સાથે આવ્યો હતો. આથી યુવતી ડરી ગઈ હતી, તે દરમિયાન 'તુ મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’ કહીને વિધર્મીએ યુવતીનો હાથ પણ પકડ્યો હતો. આટલેથી વિધર્મી અટકાયો નહોતો, તેણે ભરબપોરે રસ્તા વચ્ચે યુવતીને આંતરી તમાચો પણ માર્યો હતો અને ત્યારબાદ યુવતી તાંબે ન થતાં વિધર્મી યુવક ચપ્પુ લઈને યુવતીને પાછળ મારવા દોડ્યો હતો.

20 વર્ષીય યુવતીએ નજીકમાં ચાની લારી આવેલી છે ત્યાં માનેલા ભાઈને સમગ્ર ઘટનાની વાત કરી હતી. આથી તેણે યુવતીને બાઇક પર બેસાડી વિધર્મી યુવક પાસે લઈ ગયો હતો. યુવતી અને તેના ભાઈએ તેને ઠપકો આપતા ઉશ્કેરાયેલા મોહસીન શેખે યુવતીને તમાચો મારી દીધો હતો અને ખિસ્સામાંથી ચપ્પુ કાઢી યુવતીને મારવા દોડ્યો હતો. આથી યુવતી ડરને મારે ભાગી ગઈ હતી. ભાગવામાં યુવતીને પગમાં ઈજા પણ થઈ હતી. 

આ ઘટનામાં બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકત્ર થતા મોહસીન શેખ અને તેનો મિત્ર ત્યાંથી બાઇક પર ભાગી ગયા હતા. ઉધના વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મોહસીન નિહાલ શેખ(રહે,રજાનગર,ભાઠેના) સહિત બે સામે છેડતી, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news