ગજબ ચોરી! સુરત પોલીસ શોધતી રહી અને 29 લાખના મોબાઈલ ચોરી હોટલમાં જઈ સૂઈ ગયા

Surat Crime News : કપોદ્રામાં રૂ 30 લાખના મોબાઇલની ચોરીનો મામલો... ક્રાઇમબ્રાંચના હાથે લાગી સફળતા... એક આરોપીની કરાઈ ધરપકડ... આરોપીઓ મુંબઈ ભાગી ગયા હતા... ચોરી કરી મોપેડ પર જ મુંબઈ ગયા હતા.. પહેલાં બારડોલીની દુકાનમાં ચોરીનો પ્લાન હતો.. અન્ય ભાગી છૂટેલા આરોપી પાસે ચોરીના મોબાઈલ... પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો

ગજબ ચોરી! સુરત પોલીસ શોધતી રહી અને 29 લાખના મોબાઈલ ચોરી હોટલમાં જઈ સૂઈ ગયા

Surat News ચેતન પટેલ/સુરત : સુરત કાપોદ્રા ખાતે મોબાઈલની દુકાનમાં થયેલી 29.10 લાખની ચોરીને અંજામ આપનાર આરોપીની ક્રાઈમ બ્રાંચે કલ્યાણથી ધરપકડ કરી છે. આરોપીઓ મુંબઈથી મોપેડ પર નવસારી ધોળાપીપળા આવી હોટલમાં રોકાયા હતા અને બાદમાં સુરત આવી રેકી કરી પરત હોટલમાં જઈને આરામ કર્યો હતો. બાદમાં મધરાતે મોપેડ પર સુરત આવી નાસી છૂટ્યા હતા

સરથાણા ખાતે મેજેસ્ટીકા હાઈટ્સમાં રહેતા સંજયભાઈ લક્કડની કાપોદ્રા ખાતે મહા ગુજરાત શોપિંગ સેન્ટરમાં મોબાઇલની દુકાન આવેલ છે. તેમની દુકાનમાં ગત 4 તારીખે તસ્કરોએ કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા આશરે! લાખ અને એપ્પલ આઈ ફોન સહિતના મોંઘા મોબાઈલ મળીને કુલ 29.10 લાખની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ આ ચોરીના ગુનાને ઉકેલવા કામે લાગી હતી. ત્યારે ચોરી કરનાર શંકમંદ મહારાષ્ટ્રના કલ્યાણ ઉલ્લાસનગર ખાતે હોવાની બાતમી મળી હતી. 

બાતમીના આધારે મુંબઇ કલ્યાણ ઉલ્લાસનગર-૪ ખાતેથી આરોપી અમર વિજય ખરાટ ને પકડી પાડયો હતો. અમર વિજય ખરાટની સામે થાના સિટી કોલસેવાડીમાં 8 થી વધારે ગુના દાખલ આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનું મિત્ર રામ નિવાસ મંજુ ગુપ્તાની સાથે મોપેડ ઉપર સવાર થઈ મુંબઈ કલ્યાણ ઉલ્લાનનગરથી બાય રોડ નવસારી ખાતે આવ્યો હતો. ધોળાપીપળા મેઇન હાઇવે પર આવેલી એક હોટલમાં રૂમ રાખી રોકાયો હતો. અને 3 તારીખે સાંજે વરાછા કાપોદ્રા ખાતે આવ્યો હતો. અને ગુજરાત મોબાઈલ ફોનની દુકાન સામે આવી રેકી કરી પરત હોટલ પર જતો રહ્યો હતો.

હોટલમાં આરામ કરી 4 તારીખે રાત્રે એક દોઢ વાગે હોટલ પરથી મોપેડ લઈ સુરત આવવા માટે નીકળ્યો હતો. સુરત વરાછા ખાતે આવેલી ગુજરાત મોબાઈલની દુકાન પાસે વહેલી સવારે ત્રણેક વાગે આવ્યા હતા. અને તેમની પાસેના લોખંડના જેક તથા લોખંડના પોપટ પાના વડે મોબાઈલની દુકાનના શટરનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. અને ચોરીને અંજામ આપ્યો હતો. હાલ તો આ બનાવમાં ચોરી કરનાર મુખ્ય આરોપી પોલીસ પકળથી ભાગી છુટ્ટા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તથા આ આરોપી પાસે જ ચોરીનો તમામ મુદ્દામાલ છે.ઉલ્લેખનીય છે કે આરોપીની ઓળખ લાજપોર જેલની અંદર થઈ હતી બાદમાં આ ચોરીનું ષડ્યંત્ર ઘડી કાઢ્યું હતું. આ બન્ને ગૂગલ મેપના આધારે મોટી મોબાઈલ સોંપ શોધી કાઢતા હતા અને ત્યાં ચોરીને અંજામ આપી ભાગી છુટ્ટયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news