Crorepati Stocks: ગજબનો આ સ્ટોક!.. 4 લાખમાં ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ, 64000% નું આપ્યું રિટર્ન

Crorepati Stocks :  ક્યારેક કેટલા શેર તમને કરોડપતિ બનાવી શકે છે. આ કંપનીના શેર પાંચ વર્ષ પહેલા 29 માર્ચ 2019ના 1.46 રૂપિયા પર હતો, પરંતુ આજે શેરની કિંમત 655 રૂપિયાને પાર પહોંચી ગયો છે. પાંચ વર્ષ દરમિયાન આ સ્ટોકે 44,766.44% નું રિટર્ન આપ્યું છે. 

Crorepati Stocks: ગજબનો આ સ્ટોક!.. 4 લાખમાં ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ, 64000% નું આપ્યું રિટર્ન

multibagger stocks : શેર બજારમાં ઘણા મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stocks) છે, જેણે ઈન્વેસ્ટરોને ઓછા સમયમાં માલામાલ કરી દીધા છે. તો કેટલાકે લોન્ગ ટર્મમાં શાનદાર રિટર્ન આપ્યું છે. આજે અમે આવા એક સ્ટોકની જાણકારી આપી રહ્યાં છીએ, જેણે 4 વર્ષ દરમિયાન 64,766.44% ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આ સમયમાં સ્ટોકે ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. તમારા નસીબ હોય તો તમને આવા સ્ટોક મળે છે. જે તમારી કિસ્મતને ચમકાવે છે. આ શેર તમને ફાયદો કરાવી શકે છે. 

અમે વાત કરી રહ્યાં છીએ Integrated Industries Ltd ના શેરની. આ કંપનીના શેર પાંચ વર્ષ પહેલા 29 માર્ચ 2019ના 1.46 રૂપિયા પ્રતિ શેર પર હતો, પરંતુ આજે આ શેર 655 રૂપિયા પર પહોંચી ગયો છે. પાંચ વર્ષ દરમિયાન આ સ્ટોક 44,766.44% નું રિટર્ન આપ્યું છે. માત્ર એક વર્ષમાં આ સ્ટોક 1838 ટકા વધી ગયો છે. જેની પાસે આ શેર છે એ આજે કરોડપતિ બની ગયો છે .

એક વર્ષમાં 19 ગણાથી વધુ રિટર્ન
13 માર્ચ 2023ના આ સ્ટોક 33 રૂપિયા પર હતો, પરંતુ આજે તેની કિંમત 655 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. વર્ષ દરમિયાન આ સ્ટોકે 1838 ટકાનું રિટર્ન આપ્યું છે. તેવામાં 50 હજાર રૂપિયા લગાવનાર ઈન્વેસ્ટર પાસે 9 લાખ રૂપિયાથી વધુની આવક થઈ હોત.

છ મહિનામાં ડબલ થયા પૈસા
Integrated Industries ના સ્ટોકે છેલ્લા છ મહિનામાં 144 ટકાનું રિટર્ન આપ્યું છે, જેનો મતલબ છે કે જો કોઈએ સ્ટોકમાં છ મહિના પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની રકમ 2.44 લાખ થઈ ગઈ હોત. તો એક મહિનામાં સ્ટોક 17.59 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધી 45 ટકા રિટર્ન આપ્યું છે. આ કંપનીનું માર્કેટ કેપ 627 કરોડ રૂપિયા છે. તેનું 52 વીકનું હાઈ લેવલ 677 રૂપિયા અને લો લેવલ 32.20 રૂપિયા છે. 

કરોડપતિ બન્યા ઈન્વેસ્ટર
11 ડિસેમ્બર 2020ના આ સ્ટોક 1 રૂપિયા પ્રતિ શેર પર હતો. કોવિડ બાદ આ શેરમાં શાનદાર તેજી જોવા મળી છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન સ્ટોકે 64120 ટકાનું રિટર્ન આપ્યું છે. તેવામાં જો કોઈ વ્યક્તિએ આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની કિંમત 6.41 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. 

(નોટઃ આ શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news