'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે નહીં': હર્ષ સંઘવીનો લલકાર

વડોદરામાં રામનવમીને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પથ્થર મારો થયો હતો અને મામલોતંગ બન્યો હતો. જેને લઇ વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.

'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે નહીં': હર્ષ સંઘવીનો લલકાર

ઝી ન્યૂઝ/વડોદરા: આજે રામનવમીને લઈ નીકળેલી શોભાયાત્રામાં પથ્થર મારવાની ઘટના બની હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી આવીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતે થી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. 

તમને જણાવી દઈએ કે, શહેરના ફતેપુરા, કુંભારવાડા,યાકુતપુરા સહિતના વિસ્તારોમાં થયેલા તોફાનો મામલે પોલીસ દ્વારા તોફાનીઓની ધરપકડની કાર્યવાહી તેજ કરાઈ છે. સીટી પોલીસે 16 પુરુષ અને 5 મહિલા આરોપી મળી 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં કેટલાક શકમંદોને દબોચી લીધા છે. પોલીસ દ્વારા 20 જેટલા તોફાનીઓની ઓળખ કરી દબોચી લેવાયા છે. પોલીસે ઝડપાયેલા તમામ તોફાનીઓ વિરૂદ્ધ F.I.R કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

જેમાં વડોદરાના વડોદરાના પોલીસ કમિશનર રાજ્યના ડીજીપી વિડિયો કોન્ફરન્સથી જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં જોડાયા હતા. જ્યાં હર્ષ સંઘવીએ કહ્યું કે રામનવમીની શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 30, 2023

વડોદરામાં રામનવમીને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પથ્થર મારો થયો હતો અને મામલોતંગ બન્યો હતો. જેને લઇ વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી વિડિયો કોન્ફરન્સ ના માધ્યમ દ્વારા રાજ્યના ડીજીપી વિકાસ સહાય, વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિપાણી ઉપસ્થિત ઘટનાની સમીક્ષા કરી હતી. 

આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વડોદરામાં રામનવમીને લઈ શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી રહી હતી. દરમિયાન શહેરની શાંતિને દોડવાનો પ્રયાસ કરાયો છે. રામનવમીની આ યાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે લોકો ફરી ભવિષ્યમાં ક્યારેય પથ્થર સામે જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે. પથ્થર ફેકનાર તમામને શોધી શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

આ યાત્રામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો ફેંકવામાં આવ્યો હતો. જેમાં આજે પથ્થર ફેકનાર 15 થી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 354 થી વધુ કેમેરાથી આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારે તમામને શોધી શોધીને તમામ ગુનેગારો પર કડક એક્શન લેવામાં આવશે. આ ઘટના બન્યા બાદ ખૂબ જ અનુભવી અધિકારીઓને પણ વડોદરા મોકલવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાને લઇ સમીક્ષા કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news