Modi Government મહિલાઓને આપે છે 52000 રૂપિયા કેશ? થયો મોટો ખુલાસો
Central Government Scheme: કેન્દ્ર સરકાર (Central Govt Scheme) તરફથી મહિલાઓ માટે ઘણી સ્કીમ ચલાવવામાં આવી રહી છે. જો તમે પણ કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો થોડા સાવધાન થઈ જાવ.
Trending Photos
Modi Government Scheme: કેન્દ્ર સરકારની યોજના દ્વારા મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જો તમે પણ કોઈ સ્કીમમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા થોડું ધ્યાન રાખો. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી સરકારી યોજનાઓ અંગે અફવાઓ ફેલાઈ રહી છે. હાલમાં જ એક યુટ્યુબ ચેનલ દાવો કરી રહી છે કે સરકાર મહિલાઓને સંપૂર્ણ 52,000 રૂપિયા રોકડમાં આપી રહી છે. પીઆઈબીએ ફેક્ટ ચેકિંગ કરીને આ સમાચારની સત્યતા શોધી કાઢી છે. આવો તમને જણાવીએ શું છે તેનું સંપૂર્ણ સત્ય.
PIBએ કર્યું છે ટ્વીટ
PIBએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે 'સુનો દુનિયા' નામની #YouTube ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 52,000 રૂપિયાની રોકડ રકમ આપી રહી છે.
'Suno Duniya' नामक #YouTube चैनल के एक वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार सभी महिलाओं को 'प्रधानमंत्री नारी शक्ति योजना' के तहत ₹ 52,000 की नकद धनराशि प्रदान कर रही है#PIBFactCheck
▶️ यह वीडियो #फर्जी है
▶️ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है pic.twitter.com/1wnGI9YLOt
— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023
થયો મોટો ખુલાસો
તમને જણાવી દઈએ કે પીઆઈબીએ કહ્યું છે કે આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.
કોઈની સાથે શેર ના કરો મેસેજ
કેન્દ્ર સરકારે વધુમાં કહ્યું છે કે આવા મેસેજ કોઈની સાથે શેર ના કરવા જોઈએ. આ સાથે, જો તમે સરકાર સાથે સંબંધિત કોઈ પણ યોજના વિશે માહિતી મેળવવા માંગતા હોવ, તો તમારે ફક્ત સત્તાવાર વેબસાઈટ પર જ સંપર્ક કરવો જોઈએ.
આપ પણ કરાવી શકો છો ફેક્ટ ચેક
કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ના કરો. અત્યારે આવા સમાચાર ફોરવર્ડ ના કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે