કસ્ટમ વિભાગની દાણચોરો સામે લાલઆંખ, 1 વર્ષમાં 70 કીલો સોનુ કબ્જે

કસ્ટમ વિભાગ દ્વારા દાણચોરી સામે લાલઆંખ કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષમાં કસ્ટમ વિભાગ દ્વારા ગુજરાતભરમાં 97 કેસો કરવામાં આવ્યા હતા. 97 કેસોમાં કસ્ટમ વિભાગે 70.103 KGS સોનું ઝડપી પાડયુ છે. જે દાણચોરીનાં સોનાની કિંમત આશરે 24.80 કરોડ રૂપિયા થાય છે. અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી દ્વારા દાણચોરીનાં નેટવર્ક સાથે જોડાયેલા માફિયાઓ દ્વારા સહુથી વધુ દુબઈ, ઓમાન, મસ્ક્ત, કુવૈત, બેંગકોક, શારાજાહ થી આવતી ફલાઈટોમાંથી દાણચોરીનું સોનું મોકલવામાં આવતું હોવાનું ખુલસો થયો છે.
કસ્ટમ વિભાગની દાણચોરો સામે લાલઆંખ, 1 વર્ષમાં 70 કીલો સોનુ કબ્જે

અમિત રાજપુત/અમદાવાદ: કસ્ટમ વિભાગ દ્વારા દાણચોરી સામે લાલઆંખ કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષમાં કસ્ટમ વિભાગ દ્વારા ગુજરાતભરમાં 97 કેસો કરવામાં આવ્યા હતા. 97 કેસોમાં કસ્ટમ વિભાગે 70.103 KGS સોનું ઝડપી પાડયુ છે. જે દાણચોરીનાં સોનાની કિંમત આશરે 24.80 કરોડ રૂપિયા થાય છે. અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી દ્વારા દાણચોરીનાં નેટવર્ક સાથે જોડાયેલા માફિયાઓ દ્વારા સહુથી વધુ દુબઈ, ઓમાન, મસ્ક્ત, કુવૈત, બેંગકોક, શારાજાહ થી આવતી ફલાઈટોમાંથી દાણચોરીનું સોનું મોકલવામાં આવતું હોવાનું ખુલસો થયો છે.

97 કેસો અમદાવાદ અને સુરત એરપોર્ટ પર કરવામાં આવ્યા છે. જયારે બીજી તરફ છેલ્લા બે વર્ષમાં ભારતમાં પ્રતિબંધિત સેક્સ ટોયઝના મોટા કંસાઈનમેન્ટ ઝડપાયા છે. કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ અને ફોરેન પોસ્ટ ઓફીસમાથી સેક્સ ટોયઝના કંસાઈનમેન્ટ સાથે મુદામાલને સીઝ કરવામાં આવ્યો છે અને સેક્સ ટોયઝને નાશ કરવાની કાર્યવાહી વડોદરામાં કરવાની તજવીજ શરુ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news