લાડકા દિકરા માટે નીતા અંબાણીએ કર્યું ખાસ પાર્ટીનું આયોજન, જોતી રહી જશે દુનિયા
Anant Ambani Pr-Wedding Party: આ ત્રણ દિવસ ચાલનારા પ્રી વેડિંગ ફંક્શન દરમિયાન, પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ડ્રેસ કોડને ‘એલિગેન્ટ કોકટેલ’ રૂપે લિસ્ટ કરવામાં આવ્યો છે. બીજા દિવસને ‘એ વોક ઓન ધ વાઇલ્ડ સાઇડ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ‘જંગલ ફીવર’ નામે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
Trending Photos
Anant Ambani-Radhika Merchant Pre-Wedding Party: મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીનો ભવ્ય સમારોહ ગુજરાતમાં યોજાનાર છે. ગુજરાતમાં પોતાના વતન જામનગર ખાતે અંબાણી પરિવાર ધામધૂમ પૂર્વક આ સમારોહની ઉજવણી કરશે. જેમાં દેશ અને દુનિયાભરથી મોંઘેરા મહેમાનો પથારવાના છે. આ સમારોહ 3 દિવસ સુધી ચાલશે. 3 દિવસ ચાલનારી આ પાર્ટીમાં રોજ અલગ અલગ થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો કયા દિવસે કઈ થીમ પર યોજશે અંબાણી પરિવારના રાજકુંવરની પાર્ટી. આ સમગ્ર પાર્ટીનું આયોજન અને મોટાભાગની વસ્તુઓનું સિલેક્શન નીતા અંબાણીએ ખુદ કર્યું છે. લાડકા દિકરા માટે માતા નીતાએ આ આયોજનનું ખાસ ધ્યાન રાખ્યું છે.
દરેક પાર્ટીની હશે ખાસ થીમઃ
આ ત્રણ દિવસ ચાલનારા પ્રી વેડિંગ ફંક્શન દરમિયાન, પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ડ્રેસ કોડને ‘એલિગેન્ટ કોકટેલ’ રૂપે લિસ્ટ કરવામાં આવ્યો છે. બીજા દિવસને ‘એ વોક ઓન ધ વાઇલ્ડ સાઇડ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ‘જંગલ ફીવર’ નામે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. તેવામાં પાર્ટીના ત્રીજા અને છેલ્લા દિવસે પણ બે કાર્યક્રમ થશે. પહેલો ટસ્કર ટ્રેલ્સ, જેમાં ‘કેઝુઅલ ચિક’ ડ્રેસિંગ કોડ રાખવામાં આવ્યો છે. આ દિવસે મહેમાનોને જામનગરના હર્યાભર્યા માહોલનો અનુભવ કરાવવામાં આવશે. તેવામાં ત્રીજા દિવસે છેલ્લી ઇવેન્ટને ‘હસ્તાક્ષર’ નામ આપવામાં આવ્યું છે, જેમાં પરંપરાગત ભારતીય પરિધાનોમાં તમામ મહેમાનો અને ખૂબસૂરત સાંજ સાથે પાર્ટીનો અંત થઇ જશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ પ્રી-વેડિંગ સેરેમનીમાં મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગ, મોર્ગન સ્ટેનલીના સીઇઓ ટેડ પિક, માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ, ડિઝ્નીના સીઇઓ બોબ ઇગર, બ્લેકરોકના સીઇઓ લેરી ફિંક, એડનોકના સીઇઓ સુલ્તાન અહેમદ અલ જાબેર અને ઇએલ રોથ્સચાઇલ્ડના અધ્યક્ષ લિન ફોરેસ્ટર સહિત દુનિયાભરની મશહૂર હસ્તીઓ સામેલ થશે.
ત્રણ દિવસ અલગ અલગ થીમ પાર્ટી અને ડ્રેસ કોડ:
1 માર્ચ, દિવસ પહેલો : એન ઇવનિંગ ઇન એવરલેન્ડ થીમ. ડ્રેસ કોડ : એલિગન્ટ કોકટેઇલ. અંદાજિત તાપમાન : 22થી 25 ડિગ્રી.
2 માર્ચ, દિવસ બીજો : અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ થીમ. ડ્રેસ કોડ : જંગલ ફીવર. અંદાજિત તાપમાન : 26થી 30 ડિગ્રી. (અહીં સૂચના લખવામાં આવી છે કે કમ્ફર્ટેબલ શૂઝ અને કપડાં પહેરવાંની ભલામણ કરવામાં આવે છે, કારણ કે આ એક આઉટડોર લોકેશન છે.)
2 માર્ચ, દિવસ બીજો : મેલા રાઉજ થીમ. ડ્રેસ કોડ : ડેઝલિંગ દેશી રોમાન્સ. અંદાજિત તાપમાન : 22થી 25 ડિગ્રી
3 માર્ચ, દિવસ ત્રીજો : હસ્તાક્ષર થીમ. ડ્રેસ કોડ : હેરિટેજ ઈન્ડિયન. અંદાજિત તાપમાન : 22થી 25 ડિગ્રી
દરેક મહેમાન માટે ચાર્ટર્ડ ફલાઇટની વ્યવસ્થા-
જામનગરના રિલાયન્સ ગ્રીન ખાતે 1થી 3 માર્ચ દરમિયાન યોજાનારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનમાં દેશ વિદેશમાંથી મહેમાનો પધારવાના છે. મહેમાનોને જામનગર લાવવા માટે દિલ્હી અને મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે દિલ્હી અને મુંબઈથી જામનગર સુધી આવશે અને પાછી લઈ જશે. ફલાઈટ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે 1 માર્ચે ઊપડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે