જમીનથી હવામાં માર કરનારી ક્વિક રિએક્શન મિસાઇલનું સફળ પરીક્ષણ, રાજનાથ સિંહે ડીઆરડીઓને આપી શુભેચ્છા


13 નવેમ્બરે ક્વિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઇલ (QRSAM) સિસ્ટમે મધ્ય રેન્જ અને મધ્યમ ઉંચાઈ પર એક બંશી પાટલટ રહિત લક્ષ્ય વિમાન પર સીધો પ્રહાર કરી એક મોટી સિદ્ધિ હાસિલ કરી હતી.
 

જમીનથી હવામાં માર કરનારી ક્વિક રિએક્શન મિસાઇલનું સફળ પરીક્ષણ, રાજનાથ સિંહે ડીઆરડીઓને આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ જમીનથી હવામાં માર કરનારી ક્વિક રિએક્શન મિસાઇલના બે સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યા છે. મિસાઇલે મધ્યમ અંતર પર એક માનવ રહિત લક્ષ્ય વિમાનને નષ્ટ કરી દીધુ. આ ખાસ પરીક્ષણ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપી છે. 

આ પહેલા 13 નવેમ્બરે ક્વિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઇલ (QRSAM) સિસ્ટમે મધ્ય રેન્જ અને મધ્યમ ઉંચાઈ પર એક બંશી પાટલટ રહિત લક્ષ્ય વિમાન પર સીધો પ્રહાર કરી એક મોટી સિદ્ધિ હાસિલ કરી હતી. મિસાઇલને ભારતીય સેનાની વાયુ રક્ષા સિસ્ટમના ભાગ રૂપે વિકસિત કરવામાં આવી છે.

छवि

— ANI (@ANI) November 17, 2020

આ પહેલા ઓડિશાના બાલાસોરમાં ભારતે જમીનથી હવામાં માર કરનારી ક્વિક રિએક્શન મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પહેલા પાછલા મહિને બાલાસોર જિલ્લાના ચાંદીપુર અંતરિમ પરીક્ષણ પરિસરમાં પૃથ્વી-2 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news