24 કલાકની અંદર સુરતમાં બીજી દારૂની પાર્ટી પકડાઈ, સ્ત્રી-પુરુષો માણી રહ્યા હતા મહેફિલ

24 કલાકની અંદર સુરતમાં બીજી દારૂની પાર્ટી પકડાઈ, સ્ત્રી-પુરુષો માણી રહ્યા હતા મહેફિલ

સુરતમાં હજી ગઈકાલે જ દારૂની પાર્ટી કરતી માલેતુજાર પરિવારની 21 મહિલા પકડાઈ છે, ત્યાં 24 કલાકમાં ગાળામાં જ વધુ એક દારૂની મહેફિલ પકડાઈ છે. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં દારૂની પાર્ટી કરી રહેલા 8 પુરુષો અને 6 મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. 

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે, અહીં સગરામપુરના સિલ્વર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. ત્યારે પોલીસે રેડ પાડતા દારૂની મહેફિલ માણી રહેલી 6 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરાઈ હતી. અઠવાલાઈન્સ પોલીસે રેડમાં 5 દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે સુરતના પીપલોદની ઓઈસ્ટર હોટલમાં ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 21થી વધુ મહિલાઓને પકડી હતી. જન્મદિવસની પાર્ટીના નામે આ હોટલમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી. અજાણી વ્યક્તિએ કરેલા કૉલના આધારે સુરતની ઉમરા પોલીસે હોટલમાં દરોડા પાડ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news