Savli Gujarat Chutani Result 2022 : વડોદરાની સાવલી બેઠક મતદારોને પસંદ છે ઈનામદારની ઈમાનદારી, ભાજપની જીત

Savli Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે

Savli Gujarat Chutani Result 2022 : વડોદરાની સાવલી બેઠક મતદારોને પસંદ છે ઈનામદારની ઈમાનદારી, ભાજપની જીત

Savli Gujarat Chunav Result 2022: વડોદરાની સાવલી બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે પણ ગત કેટલીક ચૂંટણીઓમાં ભાજપથી લઇ અપક્ષ પોતાનો દમ બતાવી ચુકી છે. 2012માં અપક્ષમાથી કેતન ઇનામદાર ધારાસભ્ય બન્યા હતા. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારથી ભાજપ અહીં સત્તામાં છે.  

સાવલી વિધાનસભા ચૂંટણીનું પરિણામઃ

કેતન ઈનામદાર ભાજપ 100040.

કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસ 64028

વિજય ચાવડા આમઆદમી પાર્ટી 1959

કેતન ઇનામદાર ભાજપ  36012 મત ની લીડ થી જીત્યા

2022ની ચૂંટણી
2022માં ચૂટણી ઉમેદવાર ભાજપે ચાલુ ધારાસભ્ય કેતન ઇનામદારને ટીકીટ આપી છે. કોંગ્રેસે કુલદીપસિંહ રાઉલજી અને આમ આદમી પાર્ટીએ વિજય ચાવડાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. 

2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કેતન ઇનામદારે કોંગ્રેસના સાગર પ્રકાશ બ્રમ્હભટ્ટને 41.633 મતોથી હરાવ્યા હતા. ખુમાનસિંહ ચૌહાણ અપક્ષમાથી ચૂંટણી લડ્યા હતા. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કેતનભાઈ ઈનામદાર IND પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ ચૌહાણને મ્હાત આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news