Dediapada Gujarat Chutani Result 2022 : ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત, ભાજપની હાર

Dediapada Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે તે જોવાનું રહેશે

Dediapada Gujarat Chutani Result 2022 : ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત, ભાજપની હાર

Dediapada Gujarat Chutani Result 2022 : ડેડિયાપાડા બેઠક નર્મદા જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર 1,10,972 પુરૂષ મતદારો છે. જ્યારે 1,11,674 મહિલા મતદારો છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર 2,22,647 મતદારો છે.

નર્મદા જિલ્લો

ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આપના હૈતરભાઈ દામજીભાઈ વસાવાનો ભવ્ય વિજય થયો છે. તેમણે 40282 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારની કારમી હાર થઈ છે.

બેઠક : દેડીયાપાડા
રાઉન્ડ :11
પક્ષ : આપ આગળ  
મત :21754 મત થી આગળ

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે હિતેશ વસાવાને ટિકિટ આપી. જ્યારે કૉંગ્રેસે જેરમા વસાવાને ટિકિટ આપી. તો આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી. 

2017ની ચૂંટણી
ડેડિયાપાડાના ઈતિહાસની વાત કરીએ તો 2017માં BTPના ઉમેદવાર મહેશ વસાવાને 83,026 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવા મોતી વસાવાને 61,275 મત મળ્યા હતા. ભાજપના મોતી વસાવા 21,751 મતોથી હાર્યા હતા. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોતી વસાવાને 56,471 મત મળ્યા હતા જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર અમરસિંહ વસાવાને 53,916 મત મળ્યા હતા. કૉંગ્રેસના અમરસિંહ વસાવા 2,555 મતોથી હાર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news