સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી; ઈન્ચાર્જ કુલપતિ તરીકે કોને સોંપાયો નવો ચાર્જ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિની હકાલપટ્ટી કરવામાં આવી છે. ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિલાંબરી દવેને ચાર્જ સોંપાયો છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી; ઈન્ચાર્જ કુલપતિ તરીકે કોને સોંપાયો નવો ચાર્જ?

ઝી બ્યુરો/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિની હકાલપટ્ટી કરવામાં આવી છે. ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિલાંબરી દવેને ચાર્જ સોંપાયો છે. તમને જણાવી દઈએ કે ગિરીશ ભીમાણી પરિક્ષા કાંડ, બોગસ કોલેજ કાંડ સહિત અનેક વિવાદોમાં હતા. નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષાકાંડમાં વિવાદમાં હતા. ZEE 24 કલાક દ્વારા એખ અહેવાલ રજૂ કરાયો હતો. 

No description available.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપવામાં આવ્યો છે. નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં પરીક્ષાકાંડ, બાબરાની બોગસ કોલેજ કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના કૌભાંડોમાં વિવાદમાં હતા. એજ્યુકેશન ફેંકલ્ટીના આસી. પ્રોફેસર ભરતી કૌભાંડમાં પણ વિવાદ સર્જાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news