Israel Hamas War: ડ્રગ્સનો હેવી ડોઝ લઈને હમાસે ઈઝરાયેલમાં મચાવી હતી કત્લેઆમ? રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
સાત ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ ઈઝરાયેલ પર હુમલાની સાથે જ એક યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. આ હુમલામાં 1400થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા હતા. પરંતુ હવે આ હુમલા અંગે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે.
Trending Photos
સાત ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ ઈઝરાયેલ પર હુમલાની સાથે જ એક યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. આ હુમલામાં 1400થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા હતા. પરંતુ હવે આ હુમલા અંગે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું કહેવાય છે કે હમાસના આતંકીઓએ ડ્રગ્સનો હેવી ડોઝ લઈને આ હુમલાને અંજામ આપ્યો હતો.
ધ યરુશલમ પોસ્ટના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હમાસના આતંકીઓએ કેપ્ટાગન નામની ગોળીઓનું સેવન કરીને હુમલો કર્યો હતો. કેપ્ટાગન એક પ્રકારની સિન્થેટિક ડ્રગ છે. રિપોર્ટ મુજબ આ હુમલામાં માર્યા ગયેલા હમાસના આતંકીઓના ખિસ્સામાંથી કેપ્ટાગનની ગોળીઓ મળી આવી હતી. આ ટેબલેટને 'ગરીબોનું કોકેઈન' પણ કહે છે. આ ટેબલેટે હમાસના આતંકીઓને લાંબા સમયથી ભૂખ ન લાગવા દીધી અને તેના કારણે તેઓ સતર્ક પણ રહી શક્યા.
ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ લેતા હતા આ ડ્રગ
કેપ્ટાગનની ગોળીઓ 2015માં તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે ખબર પડી કે ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકીઓ કોઈ પણ આતંકી ઘટનાને અંજામ આપતા પહેલા પોતાના ડરને દબાવવા માટે આ ગોળીઓનો ઉપયોગ કરતા હતા. પરંતુ ત્યારબાદના વર્ષોમાં આઈએસનો ખૌફ ઘટતો ગયો. સીરિયા અને લેબનોને મોટા પાયે આ ગોળીઓનું ઉત્પાદન અને વિતરણ તેજ ક ર્યું. એવું કહેવાય છે કે ગાઝા આ ગાળીઓનું સૌથી મોટું માર્કેટ છે. ખાસ કરીને યુવાઓમાં આ ગોળીઓ ખુબ લોકપ્રિય છે.
કેપ્ટાગન Amphetamine દવાઓ સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે અટેન્શન ડિસઓર્ડર, નાર્કોલેપ્સી અને ડિપ્રેશનને પહોંચી વળવા માટે તેનું ઉત્પાદન શરૂ કરાયું હતું. હાઈલી એડેક્ટિવ હોવા અને સાઈકોટિક રિએક્શન છતાં તે મિડલ ઈસ્ટમાં ખુબ લોકપ્રિય છે. તેનું એક મોટું કારણ એ છે કે તે ખુબ સસ્તી છે. તેને ગરીબથી ગરીબ દેશોમાં એકથી બે ડોલરમાં ખરીદી શકાય છે. જ્યારે અમીર દેશોમાં તે દવા 20 ડોલર પ્રતિ ટેબલેટ મળે છે. કેપ્ટાગનની ગોળીઓ ખાવાથી લાંબા સમય સુધી ન તો ભૂખ લાગે છે કે ન તો ઊંઘ આવે છે અને એનર્જી પણ જળવાઈ રહે છે.
સીરિયા અને લેબનોનમાં મેડિકલ વ્યવસાયિકોના જણાવ્યાં મુજબ ફક્ત આતંકીઓ જ નહીં પરંતુ યુદ્ધ ક્ષેત્રોમાં રહેતા લોકો પણ મોટા પાયે આવી દવાઓનો ઉપયોગ કરે છે. રિપોર્ટ મુજબ આ દવા સીરિયામાં આવકના મુખ્ય સ્ત્રોતમાંથી એક છે અને ઈરાન સમર્થિત લેબનોનનો હિજબુલ્લાહ સમૂહ તેનો ઉપયોગ કરે છે.
બે વર્ષ પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં જાણવા મળ્યું કે સીરિયાના તાનાશાહ બશર અસદ અને તેમના રિવારે કેપ્ટાગનના ઉત્પાદન પર ખુબ ફોકસ કર્યું. બાદમાં આ ડ્રગી ખેપ સાઉદી અરબ સુધી પહોંચી. ત્યારબાદ ઈટલી, મલેશિયા, ગ્રીસ અને ઈજિપ્ત સુધી કેપ્ટાગન વેચાવા લાગી. જોર્ડનમાં આ ડ્રગનો ખુબ ઉપયોગ થાય છે. આ ડ્રગનો તો શાળાના બાળકો પણ ખુબ ઉપયોગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે